પેટ્રોલ-ડિઝલ આસમાને પહોંચ્યા, માત્ર એક દિવસમાં ૬૫ પૈસાનો વધારો, આજે ૯૬+ ભાવ થયાં

પેટ્રોલ-ડિઝલ આસમાને પહોંચ્યા, માત્ર એક દિવસમાં ૬૫ પૈસાનો વધારો, આજે ૯૬+ ભાવ થયાં

હાલ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતી જ જાય છે. સામાન્ય નાગરિક પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને ઘણી મુશ્કેલીઓ ભોગવે છે જોકે આજના સમયમાં ઘરની બહાર કોઈ પણ કામ અર્થે જાવા માટે વ્હિકલની જરૂરિયાત પડે જ છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ મોંઘા થતાં લોકોના ખિસ્સા પર ભારે અસર જોવા મળે છે.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૬૫ પૈસાનો વધારો :

દિવસે ને દિવસે વધતા જતા ભાવમાં આજે સતત નવમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પાટનગર દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૬૫ પૈસાનો વધારો થયો છે. જોકે કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૯.૫૪ રૂપિયા જ્યારે આજે ૬૫ પૈસા વધીને ૯૦.૧૯ રૂપિયા થઈ તેવી જ રીતે ડીઝલની કિંમત ૭૯.૯૫ રૂપિયા હતી જે વધીને ૮૦.૬૦ રૂપિયા થઈ ગઈ.

તો બીજી બાજુ મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલનો ભાવ વધુ જોવા મળ્યો હતો. મુંબઇ માં પેટ્રોલની કિંમત ૯૬.૬૨ રુપિયા પ્રતિ લિટર રહ્યું જ્યારે ડિઝલ ૮૭.૬૭ રૂપિયા પ્રતિ લિટર થયું. આશ્વર્યની વાત તો એ છે કે રાજસ્થાનના શ્રીગંગાનાગરમાં સામાન્ય પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર વેંચાઈ રહ્યું છે.

દેશમાં છેલ્લા નવ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૨.૩૬ રૂપિયાનો વધારો થયો જ્યારે ડીઝલના ભાવમાં ૨.૯૧ રૂપિયાનો વધારો જોવા મળ્યો. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ આસમાને :

ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિના માં પેટ્રોલનો ભાવ ૭૦.૪૦ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૮૭.૩૬ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ જુલાઈમાં ૬૯.૮૩ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૮૬.૮૦ ₹/ લિટર થયો છે.

તો જુલાઈ પછી પેટ્રોલના ભાવમાં ૧૬.૯૬ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૧૬.૯૭ રૂપિયાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં તાપી જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૮૮.૭૫ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૯/૦૨/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૭.૩૬ ₹            ૮૭.૦૬ ₹
અમરેલી            ૮૮.૬૫ ₹            ૮૭.૮૬ ₹
આણંદ            ૮૭.૩૭ ₹          ૮૭.૩૪ ₹
અરવલ્લી         ૮૮.૨૨ ₹            ૮૭.૯૫ ₹
ભાવનગર         ૮૮.૪૪ ₹            ૮૮.૯૫ ₹
બનાસકાંઠા       ૮૭.૫૭ ₹           ૮૭.૭૫ ₹
ભરૂચ               ૮૭.૯૫ ₹           ૮૭.૩૦ ₹
બોટાદ             ૮૮.૪૧ ₹        ૮૮.૨૩ ₹
છોટા ઉદેપુર       ૮૭.૬૬ ₹           ૮૭.૨૯ ₹
દાહોદ               ૮૮.૨૪ ₹           ૮૭.૯૮ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૭.૬૧ ₹        ૮૭.૨૭ ₹
ગાંધીનગર          ૮૭.૪૫ ₹          ૮૭.૨૪ ₹
ગીર સોમનાથ     ૮૮.૫૦ ₹       ૮૮.૫૯ ₹
જામનગર          ૮૭.૪૯ ₹         ૮૬.૭૩ ₹
જૂનાગઢ            ૮૮.૩૨ ₹         ૮૭.૯૭ ₹
ખેડા                 ૮૭.૫૨ ₹        ૮૭.૨૭ ₹
કચ્છ                 ૮૭.૫૬ ₹         ૮૭.૫૧ ₹
મહીસાગર         ૮૭.૬૬ ₹         ૮૭.૨૪ ₹
મહેસાણા         ૮૭.૨૪ ₹         ૮૭.૩૭ ₹
મોરબી              ૮૭.૪૩ ₹         ૮૭.૮૩ ₹
નર્મદા              ૮૭.૮૪ ₹         ૮૭.૪૩ ₹
નવસારી            ૮૭.૮૧ ₹         ૮૭.૩૭ ₹
પંચમહાલ         ૮૭.૭૧ ₹         ૮૭.૧૬ ₹
પાટણ              ૮૭.૪૦ ₹         ૮૭.૬૬ ₹
પોરબંદર           ૮૮.૧૫ ₹         ૮૭.૨૮ ₹
રાજકોટ           ૮૭.૧૪ ₹         ૮૭.૮૩ ₹
સાબરકાંઠા      ૮૭.૯૯ ₹         ૮૭.૬૪ ₹
સુરત             ૮૭.૩૭ ₹         ૮૭.૫૫ ₹
સુરેન્દ્રનગર        ૮૮.૨૩ ₹        ૮૭.૪૩ ₹
તાપી            ૮૮.૭૫ ₹          ૮૭.૫૫ ₹
ડાંગ               ૮૮.૪૧ ₹         ૮૮.૩૪ ₹
વડોદરા          ૮૭.૦૬ ₹       ૮૭.૧૩ ₹
વલસાડ         ૮૮.૦૭ ₹          ૮૮.૦૫ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ તાપી જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૮૮.૭૫ રૂપિયા છે.

હવે જાણી લઈએ આજ ૧૯/૦૨/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના ડિઝલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૬.૮૦ ₹            ૮૬.૪૪ ₹
અમરેલી            ૮૮.૧૦ ₹            ૮૭.૨૬ ₹
આણંદ            ૮૬.૮૦ ₹          ૮૬.૭૧ ₹
અરવલ્લી         ૮૭.૬૫ ₹            ૮૭.૩૨ ₹
ભાવનગર         ૮૭.૮૭ ₹            ૮૮.૩૧ ₹
બનાસકાંઠા       ૮૭.૦૩ ₹            ૮૭.૧૫ ₹
ભરૂચ               ૮૭.૩૮ ₹            ૮૬.૬૮ ₹
બોટાદ             ૮૭.૮૪ ₹         ૮૭.૬૦ ₹
છોટા ઉદેપુર       ૮૭.૧૦ ₹           ૮૬.૬૭ ₹
દાહોદ               ૮૭.૬૭ ₹           ૮૭.૩૫ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૭.૦૪ ₹        ૮૬.૬૫ ₹
ગાંધીનગર          ૮૬.૮૯ ₹          ૮૬.૬૨ ₹
ગીર સોમનાથ     ૮૭.૯૫ ₹       ૮૭.૯૮ ₹
જામનગર          ૮૬.૯૨ ₹         ૮૬.૧૧ ₹
જૂનાગઢ            ૮૭.૭૫ ₹         ૮૭.૩૬ ₹
ખેડા                 ૮૬.૯૫ ₹        ૮૬.૬૫ ₹
કચ્છ                 ૮૬.૯૯ ₹         ૮૬.૮૮ ₹
મહીસાગર         ૮૭.૧૦ ₹         ૮૬.૬૨ ₹
મહેસાણા         ૮૬.૭૦ ₹         ૮૬.૭૭ ₹
મોરબી              ૮૬.૮૮ ₹         ૮૭.૨૨ ₹
નર્મદા              ૮૭.૨૭ ₹         ૮૬.૮૦ ₹
નવસારી            ૮૭.૨૭ ₹         ૮૬.૭૭ ₹
પંચમહાલ         ૮૭.૧૪ ₹         ૮૬.૫૪ ₹
પાટણ              ૮૬.૮૫ ₹         ૮૭.૦૫ ₹
પોરબંદર           ૮૭.૫૮ ₹         ૮૬.૬૬ ₹
રાજકોટ           ૮૬.૬૦ ₹         ૮૭.૨૦ ₹
સાબરકાંઠા      ૮૭.૪૨ ₹         ૮૭.૦૨ ₹
સુરત             ૮૬.૮૩ ₹         ૮૬.૯૫ ₹
સુરેન્દ્રનગર        ૮૭.૬૬ ₹        ૮૬.૮૨ ₹
તાપી            ૮૮.૨૦ ₹          ૮૬.૯૫ ₹
ડાંગ               ૮૭.૮૬ ₹         ૮૭.૭૩ ₹
વડોદરા          ૮૬.૪૯ ₹       ૮૬.૫૦ ₹
વલસાડ         ૮૭.૫૨ ₹          ૮૭.૪૫ ₹