પેટ્રોલ-ડિઝલમાં ફરી વધારો, આજે પણ ૩૫ પૈસાનો વધારો થયો

પેટ્રોલ-ડિઝલમાં ફરી વધારો, આજે પણ ૩૫ પૈસાનો વધારો થયો

દેશના પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૩૫ પૈસાનો વધારો થયો જ્યારે ડીઝલની કિંમતમાં ૩૭ પૈસાનો વધારો થયો. જોકે કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૦.૫૮ રૂપિયા જ્યારે આજે ૩૫ પૈસા વધીને ૯૦.૯૩ રૂપિયા થઈ તેવી જ રીતે ડીઝલની કિંમત ૮૦.૯૭ રૂપિયા હતી જે વધીને ૮૧.૩૨ રૂપિયા થઈ ગઈ.

તો બીજી બાજુ મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલનો ભાવ વધુ જોવા મળ્યો હતો. મુંબઇ માં પેટ્રોલની કિંમત ૯૭.૩૪ રુપિયા પ્રતિ લિટર રહ્યું જ્યારે ડિઝલ ૮૮.૪૪ રૂપિયા પ્રતિ લિટર થયું.  જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિના માં પેટ્રોલનો ભાવ ૭૦.૪૦ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૮૮.૦૮ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ જુલાઈમાં ૬૯.૮૩ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૮૭.૫૭ ₹/ લિટર થયો છે.

તો જુલાઈ પછી પેટ્રોલના ભાવમાં ૧૭.૬૮ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૧૭.૭૪ રૂપિયાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૮૯.૫૨ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૨૩/૦૨/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૮.૦૮ ₹            ૮૭.૭૪ ₹
અમરેલી            ૮૮.૭૨ ₹            ૮૯.૦૪ ₹
આણંદ            ૮૭.૮૩ ₹          ૮૭.૮૧ ₹
અરવલ્લી         ૮૮.૮૮ ₹            ૮૮.૩૭ ₹
ભાવનગર         ૮૯.૫૨ ₹            ૮૮.૮૮ ₹
બનાસકાંઠા       ૮૮.૦૧ ₹           ૮૭.૫૭ ₹
ભરૂચ               ૮૮.૨૦ ₹           ૮૮.૧૮ ₹
બોટાદ             ૮૮.૯૧ ₹        ૮૮.૬૧ ₹
છોટા ઉદેપુર       ૮૮.૨૫ ₹           ૮૭.૬૯ ₹
દાહોદ               ૮૮.૭૮ ₹           ૮૮.૧૭ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૭.૮૧ ₹        ૮૭.૯૨ ₹
ગાંધીનગર          ૮૮.૩૧ ₹          ૮૭.૯૩ ₹
ગીર સોમનાથ     ૮૯.૨૭ ₹       ૮૯.૨૧ ₹
જામનગર          ૮૮.૦૫ ₹         ૮૭.૬૨ ₹
જૂનાગઢ            ૮૮.૫૯ ₹         ૮૮.૮૫ ₹
ખેડા                 ૮૮.૨૦ ₹        ૮૭.૮૪ ₹
કચ્છ                 ૮૭.૯૦ ₹         ૮૮.૦૪ ₹
મહીસાગર         ૮૮.૨૦ ₹         ૮૮.૩૪ ₹
મહેસાણા         ૮૮.૨૫ ₹         ૮૭.૮૩ ₹
મોરબી              ૮૮.૮૫ ₹         ૮૮.૪૧ ₹
નર્મદા              ૮૮.૪૪ ₹         ૮૮.૧૩ ₹
નવસારી            ૮૮.૭૩ ₹         ૮૭.૯૬ ₹
પંચમહાલ         ૮૮.૨૭ ₹         ૮૭.૭૨ ₹
પાટણ              ૮૮.૨૫ ₹         ૮૭.૭૮ ₹
પોરબંદર           ૮૮.૪૯ ₹         ૮૭.૯૯ ₹
રાજકોટ           ૮૭.૮૬ ₹         ૮૭.૫૨ ₹
સાબરકાંઠા      ૮૮.૬૮ ₹         ૮૮.૧૮ ₹
સુરત             ૮૮.૦૯ ₹         ૮૭.૯૫ ₹
સુરેન્દ્રનગર        ૮૮.૨૮ ₹        ૮૮.૯૮ ₹
તાપી            ૮૮.૬૧ ₹          ૮૮.૩૬ ₹
ડાંગ               ૮૮.૮૯ ₹         ૮૯.૦૨ ₹
વડોદરા          ૮૭.૭૫ ₹       ૮૭.૪૧ ₹
વલસાડ         ૮૮.૯૨ ₹          ૮૮.૭૨ ₹