પેટ્રોલ-ડિઝલમાં આજે પણ વધારો, ગુજરાતમાં ૮૬+ ભાવ થયો, તમારા જિલ્લામાં કેટલો છે જાણો

પેટ્રોલ-ડિઝલમાં આજે પણ વધારો, ગુજરાતમાં ૮૬+ ભાવ થયો, તમારા જિલ્લામાં કેટલો છે જાણો

જોકે હમણાં છેલ્લાં ત્રણ દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર રહ્યા હતાં પરંતુ આજે ફરીથી તેના ભાવમાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં લગભગ આજે ૪૧ પૈસાનો વધારો જોવા મળ્યો છે. જોકે દિવસે ને દિવસે ભાવ વધતા જોવા મળ્યા છે પરંતુ ઘટવાનું નામ જ લેતા નથી.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૭.૬૦ રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ ૭૭.૭૩ રુપિયા પ્રતિ લિટર છે જ્યારે આર્થિક રાજધાની મુંબઇની વાત કરીએ તો દિલ્હી કરતા પણ વધુ ભાવ જોવા મળ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૪.૧૨ રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ ૮૪.૬૩ રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ગુજરાતના અમદાવાદની વાત કરીએ તો પેટ્રોલ ૮૪.૯૮ રૂપિયા પ્રતિ લિટર રહ્યું જ્યારે ડિઝલ ૮૩.૮૨ રૂપિયા પ્રતિ લિટર થયું.

પેટ્રોલ અને ડિઝલ પર સૌપ્રથમ તો કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટી લગાવે છે અને ત્યારબાદ જેતે રાજ્યમાં રાજ્ય સરકાર તેના પર વેટ લગાવે છે જ્યારે કેટલીક જગ્યાઓ પર ટ્રાન્સપોર્ટ અને લોકલ બોડી ટેક્સ લગાવવામાં આવે છે. આમ પેટ્રોલ-ડિઝલ સસ્તું હોવા છતાં પણ મોંઘુ થઈ જાય છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૦/૦૨/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૪.૯૮ ₹            ૮૪.૫૭ ₹
અમરેલી            ૮૬.૨૬ ₹            ૮૫.૧૦ ₹
આણંદ            ૮૪.૬૮ ₹          ૮૪.૩૨ ₹
અરવલ્લી         ૮૫.૪૭ ₹            ૮૫.૩૫ ₹
ભાવનગર         ૮૬.૯૩ ₹            ૮૫.૯૯ ₹
બનાસકાંઠા       ૮૫.૨૯ ₹           ૮૪.૭૮ ₹
ભરૂચ               ૮૫.૪૧ ₹           ૮૪.૮૧ ₹
બોટાદ             ૮૬.૦૧ ₹        ૮૫.૭૩ ₹
છોટા ઉદેપુર       ૮૫.૧૬ ₹           ૮૪.૭૩ ₹
દાહોદ               ૮૫.૭૮ ₹           ૮૫.૨૭ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૫.૧૦ ₹        ૮૪.૭૮ ₹
ગાંધીનગર          ૮૪.૯૭ ₹          ૮૪.૭૫ ₹
ગીર સોમનાથ     ૮૬.૩૩ ₹       ૮૬.૨૦ ₹
જામનગર          ૮૪.૫૨ ₹         ૮૪.૯૭ ₹
જૂનાગઢ            ૮૫.૮૫ ₹         ૮૫.૪૦ ₹
ખેડા                 ૮૪.૯૭ ₹        ૮૪.૫૩ ₹
કચ્છ                 ૮૪.૬૮ ₹         ૮૫.૧૯ ₹
મહીસાગર         ૮૫.૪૯ ₹         ૮૪.૬૯ ₹
મહેસાણા         ૮૫.૩૦ ₹         ૮૪.૫૨ ₹
મોરબી              ૮૫.૩૨ ₹         ૮૪.૬૦ ₹
નર્મદા              ૮૫.૧૪ ₹         ૮૪.૭૮ ₹
નવસારી            ૮૫.૩૧ ₹         ૮૫.૦૪ ₹
પંચમહાલ         ૮૫.૩૯ ₹         ૮૪.૬૬ ₹
પાટણ              ૮૫.૫૩ ₹         ૮૪.૬૦ ₹
પોરબંદર           ૮૫.૫૪ ₹         ૮૫.૩૬ ₹
રાજકોટ           ૮૪.૬૪ ₹         ૮૫.૦૭ ₹
સાબરકાંઠા      ૮૫.૪૭ ₹         ૮૪.૯૯ ₹
સુરત             ૮૪.૯૯ ₹         ૮૪.૮૮ ₹
સુરેન્દ્રનગર        ૮૫.૮૩ ₹        ૮૫.૪૧ ₹
તાપી            ૮૫.૩૯ ₹          ૮૫.૧૦ ₹
ડાંગ               ૮૬.૧૪ ₹         ૮૫.૮૫ ₹
વડોદરા          ૮૪.૪૪ ₹       ૮૪.૧૦ ₹
વલસાડ         ૮૫.૨૬ ₹          ૮૫.૩૧ ₹

ગુજરાતમાં પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૮૬.૯૩ રૂપિયા છે.

હવે જાણી લઈએ આજ ૧૦/૦૨/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના ડિઝલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૩.૮૨ ₹            ૮૩.૪૩ ₹
અમરેલી            ૮૫.૧૧ ₹            ૮૩.૯૭ ₹
આણંદ            ૮૩.૫૩ ₹          ૮૩.૧૯ ₹
અરવલ્લી         ૮૪.૩૧ ₹            ૮૪.૨૧ ₹
ભાવનગર         ૮૫.૭૬ ₹            ૮૪.૮૪ ₹
બનાસકાંઠા       ૮૪.૧૫ ₹            ૮૩.૬૬ ₹
ભરૂચ               ૮૪.૨૫ ₹            ૮૩.૬૭ ₹
બોટાદ             ૮૪.૮૪ ₹         ૮૪.૫૯ ₹
છોટા ઉદેપુર       ૮૪.૦૦ ₹           ૮૩.૬૦ ₹
દાહોદ               ૮૪.૬૧ ₹           ૮૪.૧૩ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૩.૯૪ ₹        ૮૩.૬૪ ₹
ગાંધીનગર          ૮૩.૮૧ ₹          ૮૩.૬૧ ₹
ગીર સોમનાથ     ૮૫.૧૮ ₹       ૮૫.૦૭ ₹
જામનગર          ૮૩.૩૭ ₹         ૮૩.૮૩ ₹
જૂનાગઢ            ૮૪.૬૮ ₹         ૮૪.૨૮ ₹
ખેડા                 ૮૩.૮૨ ₹        ૮૩.૩૯ ₹
કચ્છ                 ૮૩.૯૦ ₹         ૮૪.૦૫ ₹
મહીસાગર         ૮૩.૮૭ ₹         ૮૩.૫૫ ₹
મહેસાણા         ૮૩.૯૩ ₹         ૮૩.૪૦ ₹
મોરબી              ૮૪.૦૧ ₹         ૮૩.૪૮ ₹
નર્મદા              ૮૩.૯૮ ₹         ૮૩.૬૫ ₹
નવસારી            ૮૪.૧૭ ₹         ૮૩.૯૩ ₹
પંચમહાલ         ૮૪.૨૩ ₹         ૮૩.૫૩ ₹
પાટણ              ૮૪.૩૯ ₹         ૮૩.૪૯ ₹
પોરબંદર           ૮૪.૩૭ ₹         ૮૪.૨૧ ₹
રાજકોટ           ૮૩.૫૩ ₹         ૮૩.૯૩ ₹
સાબરકાંઠા      ૮૪.૩૧ ₹         ૮૩.૮૫ ₹
સુરત             ૮૩.૮૫ ₹         ૮૩.૭૬ ₹
સુરેન્દ્રનગર        ૮૪.૬૬ ₹        ૮૪.૨૭ ₹
તાપી            ૮૪.૨૬ ₹          ૮૩.૯૯ ₹
ડાંગ               ૮૪.૯૯ ₹         ૮૪.૭૨ ₹
વડોદરા          ૮૩.૩૦ ₹       ૮૨.૯૩ ₹
વલસાડ         ૮૪.૧૪ ₹          ૮૪.૧૫ ₹

ડિઝલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૮૫.૭૬ રૂપિયા છે.