પેટ્રોલ-ડિઝલમાં ૧૦૦% ઘટાડો થશે, OPEC એ લીધો મહત્વનો નિર્ણય

પેટ્રોલ-ડિઝલમાં ૧૦૦% ઘટાડો થશે, OPEC એ લીધો મહત્વનો નિર્ણય

પેટ્રોલ ડિઝલ મોંઘા થતા લોકો હવે ખૂબ ઓછું ફરવાનુ પસંદ કરે છે જોકે મોટા મોટા શહેરોમાં ફરવા કરતા પણ પોતાના જરૂરી કામો માટે વહિકલનો સહારો લેવો પડતો હોય છે. ત્યારે ખૂબ લાંબા સમય બાદ પેટ્રોલ-ડિઝલમાં ઘટાડો થયો છે. જોકે હજી એટલો બધો ઘટાડો થયો નથી પરંતુ લોકોને આશા છે કે હવે ભાવ ધીમે ધીમે ઘટશે.

ઓઇલ કંપનીઓએ માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થોડો એવો ઘટાડો કર્યો હતો જે એટલો બધો ઘટાડો થયો નથી કે લોકોને રાહત મળી શકે. પરંતુ આગામી સમયમાં ભાવ ઘટી શકે તેવી આશાઓ છે.

OPEC દેશોએ કાચા તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો : કાચા તેલનો નિકાસ કરતા દેશોના સંગઠન OPEC અને સહયોગી દેશોએ કાચા તેલનું ઉત્પાદન વધારવા માટે સહમત થયા છે. OPEC એ જણાવ્યું કે તેલ ઉત્પાદક દેશો પ્રતિ દિવસ ૨૦ લાખ બેરલ ઉત્પાદન વધારશે જેથી કાચા તેલની કિંમતોમાં ઘટાડો થશે. વિશ્વમાં કોરોનાને કારણે અર્થવ્યવસ્થાને નુકશાન પહોચ્યું હોવાના કારણે તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPEC એ આ નિર્ણય લીધો.

છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ વખત ભાવ ઘટ્યો : સરકારી તેલ કંપનીઓએ છેલ્લાં ૧૦ દિવસમાં ૩ વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં સામાન્ય ઘટાડો કર્યો છે. જેમાં ૨૪ માર્ચે પેટ્રોલની કિંમતમાં ૧૮ પૈસા અને ડીઝલની કિંમતમાં ૧૭ પૈસાનો ઘટાડો કર્યો હતો ત્યારબાદ ૨૫ માર્ચે પેટ્રોલમાં ૨૧ પૈસા અને ડિઝલમાં ૨૦ પૈસાનો ઘટાડો કર્યો જ્યારે ૩૦ માર્ચે પેટ્રોલમાં ૨૨ પૈસા અને ડિઝલમાં ૨૩ પૈસાનો ઘટાડો કર્યો હતો. આમ કુલ ૬૧ પૈસા પ્રતિ લિટર પેટ્રોલ સસ્તું થયું.

મિત્રો, સૌપ્રથમ તો આપણો દેશ બહારથી પેટ્રોલની આયાત કરે છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલના ભાવે આપણો દેશ પેટ્રોલ ખરીદે છે. હવે આ પેટ્રોલ પર પહેલા તો કેન્દ્ર સરકાર ટેક્સ નાખે છે ત્યારબાદ અલગ અલગ રાજ્યોની રાજ્ય સરકાર તેના પર વેટ વસુલે છે અને વધુમાં કોઈ રાજ્યોમાં તો ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ લાગે છે.

દેશની રાજધાનીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ : દેશના પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૦.૫૬ રૂપિયા પ્રતિ લિટર થઈ. તો બીજી બાજુ મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલનો ભાવ વધુ જોવા મળ્યો હતો. મુંબઇમાં પેટ્રોલની કિંમત ૯૬.૯૮ રુપિયા પ્રતિ લિટર રહ્યું.

અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૪ પૈસાનો વધારો થયો : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૮૭.૭૨ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૮૭.૭૬ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ ગઈકાલે ૮૭.૧૧ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૮૭.૧૫ ₹/ લિટર થયો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૪ પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં પણ ૪ પૈસાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૮૯.૪૯ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૦૪/૦૪/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૭.૭૬ ₹            ૮૭.૭૨ ₹
અમરેલી            ૮૯.૦૨ ₹            ૮૯.૦૨ ₹
આણંદ            ૮૭.૫૮ ₹          ૮૭.૫૬ ₹
અરવલ્લી         ૮૮.૬૪ ₹            ૮૮.૨૫ ₹
ભાવનગર         ૮૯.૪૯ ₹            ૮૯.૦૭ ₹
બનાસકાંઠા       ૮૭.૬૬ ₹           ૮૭.૮૯ ₹
ભરૂચ               ૮૮.૨૮ ₹           ૮૮.૦૮ ₹
બોટાદ             ૮૮.૫૯ ₹        ૮૮.૫૯ ₹
છોટા ઉદેપુર       ૮૭.૬૭ ₹           ૮૭.૬૭ ₹
દાહોદ               ૮૮.૨૬ ₹           ૮૮.૧૫ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૭.૩૭ ₹        ૮૭.૯૦ ₹
ગાંધીનગર          ૮૭.૯૧ ₹          ૮૭.૯૦ ₹
ગીર સોમનાથ     ૮૯.૦૩ ₹       ૮૯.૧૯ ₹
જામનગર          ૮૭.૬૪ ₹         ૮૭.૬૦ ₹
જૂનાગઢ            ૮૮.૮૮ ₹         ૮૮.૮૩ ₹
ખેડા                 ૮૭.૬૯ ₹        ૮૭.૫૫ ₹
કચ્છ                 ૮૮.૧૯ ₹         ૮૭.૫૭ ₹
મહીસાગર         ૮૮.૪૦ ₹         ૮૭.૭૧ ₹
મહેસાણા         ૮૮.૦૧ ₹         ૮૭.૭૧ ₹
મોરબી              ૮૭.૬૮ ₹         ૮૮.૦૧ ₹
નર્મદા              ૮૮.૧૬ ₹         ૮૮.૧૬ ₹
નવસારી            ૮૮.૪૪ ₹         ૮૭.૯૬ ₹
પંચમહાલ         ૮૭.૭૨ ₹         ૮૭.૭૦ ₹
પાટણ              ૮૭.૫૫ ₹         ૮૭.૭૬ ₹
પોરબંદર           ૮૮.૨૩ ₹         ૮૭.૯૮ ₹
રાજકોટ           ૮૭.૫૧ ₹         ૮૭.૫૧ ₹
સાબરકાંઠા      ૮૮.૫૮ ₹         ૮૮.૩૦ ₹
સુરત             ૮૭.૭૮ ₹         ૮૭.૭૩ ₹
સુરેન્દ્રનગર        ૮૮.૨૦ ₹        ૮૮.૯૬ ₹
તાપી            ૮૮.૩૪ ₹          ૮૮.૩૪ ₹
ડાંગ               ૮૯.૦૦ ₹         ૮૯.૦૦ ₹
વડોદરા          ૮૭.૫૧ ₹       ૮૭.૩૫ ₹
વલસાડ         ૮૮.૭૩ ₹          ૮૮.૭૩ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૮૯.૪૯ રૂપિયા છે.

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ પેટ્રોલ-ડિઝલના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.