લાંબા સમય બાદ પીએમ કિસાન સન્માન નિધિના મામલામાં એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. 31મી મેના રોજ પીએમ મોદી વતી 11મા હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે બાદ KYC કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી હતી. પરંતુ હવે ખાતામાં 12મો હપ્તો ક્યારે આવશે તેની માહિતી સામે આવી રહી છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે.
બે હજાર ત્રણ હપ્તામાં આપવામાં આવે છે
આ રકમ સરકાર દ્વારા દરેક બે હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. પ્રથમ હપ્તો દર વર્ષે એપ્રિલ 1 થી જુલાઈ વચ્ચે, બીજો હપ્તો 1 ઓગસ્ટથી નવેમ્બર અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ દરમિયાન મોકલવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં 31મી મેના રોજ પ્રથમ હપ્તો (11મો હપ્તો) આવી ગયો છે. અગાઉ 1 જાન્યુઆરી 2022ના રોજ ખાતામાં પાછલા વર્ષનો છેલ્લો હપ્તો મોકલવામાં આવ્યો હતો.
1લી સપ્ટેમ્બરે નાણાં આવવાની ધારણા
હવે ખેડૂતો 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ હપ્તાના નાણાં ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે ટ્રાન્સફર થવાની અપેક્ષા છે. કૃષિ મંત્રાલયના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ દેશભરના ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે તેવી અપેક્ષા છે. બીજી તરફ, સરકાર દ્વારા ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 31મી જુલાઈ કરવામાં આવી છે.
ઈ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે
સૂત્રોનું એમ પણ કહેવું છે કે 31 જુલાઈ પછી ઈ-કેવાયસીની તારીખ લંબાવવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, 31 જુલાઇ સુધીમાં ઇ-કેવાયસી કરાવનારાઓને જ ભવિષ્યમાં પીએમ કિસાન નિધિનો લાભ મળશે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો આ કાર્યને વહેલી તકે પૂર્ણ કરો.
આ રીતે ઈ-કેવાયસી કરાવો
- ઈ-કેવાયસી કરાવવા માટે પહેલા પીએમ કિસાન યોજનાની વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
- અહીં ફાર્મર કોર્નરમાં e-KYC વિકલ્પ પર ક્લિક કરો.
- તેમાં નવા વેબ પેજ પર આધાર નંબર દાખલ કરો અને સર્ચ ટેબ પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
- OTP સબમિટ કરશો એટલે તમારું ઇ-કેવાયસી થઈ જશે.