ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ એ કેન્દ્રની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. યોજના હેઠળ, પીએમ મોદીએ 27 જુલાઈએ DBT દ્વારા 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજના સાથે દર મહિને 3000 રૂપિયાની ભેટ પણ મળશે. આ પૈસા પણ ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે.
ખાતામાં દર મહિને 3000 રૂપિયા આવશે
PM કિસાન યોજનાની સાથે કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM કિસાન માનધન યોજના) પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે. યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂ.3 હજારનું પેન્શન આપવાની જોગવાઈ છે. યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે. આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે
કેટલું પ્રીમિયમ ચૂકવવું જરૂરી છે?
આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને રૂ. 55 થી રૂ. 200 સુધીનું યોગદાન આપવું જરૂરી છે. સ્કીમ હેઠળ, જ્યારે રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિની ઉંમર 60 વર્ષ થાય છે, ત્યારપછી દર મહિને ખાતામાં 3000 રૂપિયાનું પેન્શન આવવાનું શરૂ થશે. 18 વર્ષથી 40 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ આમાં ભાગ લઈ શકે છે.
યોજનાના લાભો
આ યોજના સરકાર દ્વારા દેશના વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવી છે. યોજનામાં ખેડૂતોને વર્ષમાં 36 હજાર રૂપિયા આપવામાં આવે છે. 40 વર્ષ સુધીના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. જો તમારે પેન્શન મેળવવું હોય તો પ્રીમિયમ ઉંમર પ્રમાણે નક્કી કરવામાં આવશે