પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગેરરીત રોકવા નિયમોમાં ફેરફર કરવામાં આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એ ખેડૂતોને જ લાભ મળશે જેમના નામ પર જમીન હશે. એટલે કે જે કોઈપણ લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવો હશે તો જમીન રેકોર્ડ પોતાના નામે હોવો જરૂરી છે. દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેનું વારસદાર માં નામ છે.પરંતુ
જૂની વ્યવસ્થાઓમાં થઈ રહ્યોં છે ફેરફાર :-
પીએમ કિસાન યોજનામાં પારદર્શિતા લાવવા આ નિયમો બનાવવામાં આવ્યાં છે. જે ખેડૂત મિત્રોને નવું રજીસ્ટ્રેશન કરાવવું છે તેને પોતાની જમીનના તમામ રેકોર્ડ અરજીમાં નાખવાના રહેશે. દેશમાં ઘણા ખેડૂતો એવા છે જેનું સંયુક્ત ખાતું છે. એવા લોકો પણ લાભ લઈ રહ્યા હતા. હવે તેવા ખેડૂતોને જમીન તેના નામે કરાવવી પડશે. ત્યાર બાદ જ આ યોજનાનો લાભ લઈ શકશે. જો ખેડૂતે જમીન ખરીદી છે તો કોઈ સમસ્યા નથી.
પહેલા પણ નિયમોમાં ફેરફાર થયા છે :-
પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પહેલા પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતાં. પહેલા ખેડૂતોને અરજી કરવા માટે આધાર કાર્ડ પરથી સીધા પૈસા મળી જતા. ત્યારબાદ કેન્દ્ર સરકારે બેંક ખાતા ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો નિર્ણય લીધો હતો. આવકવેરા ભરતા ખેડૂતોને પણ આ લાભથી વંચિત કરવામાં આવ્યા છે.
અયોગ્ય લાભાર્થીઓ પાસેથી પૈસા પાછા લેવામાં આવ્યા :-
તાજેતરમાં સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે લગભગ 32.91 લાખ એવા લાભાર્થી જે જેને 2,339 કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા છે. હવે સરકાર આવા અયોગ્ય લાભાર્થીઓ પાસેથી પૈસા પાછા લઇ રહી છે. એવું પણ સામે આવ્યું છે કે ઇન્કમટેક્સ ભરનાર લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. હાલ ના સમયે પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો લાભ દેશના 11.53 કરોડ ખેડૂતોને મળી રહ્યો છે.
આ સ્થિતિમાં યોજનાનો લાભ નહિ મળે :-
1.જો કોઈ ખેડૂત ખેતી કરે છે પરંતુ જમીન તેના બાપ દાદા ના નામે છે તો તેને 6000 રૂપિયા વાર્ષિક લાભ નહિ મળે. જમીન ખેડૂતના નામે હોવી જરૂરી છે.
2. જો ખેડૂત બીજા ખેડૂત પાસેથી ભાડા પેટે જમીન લઈ ખેતી કરે તો પણ તેને આ યોજનાનો લાભ મળશે નહિ. પીએમ કિસાન યોજનામાં ખેડૂતની જમીન માલિકીની હોવી જરૂરી છે.
3. જે નિવૃત્ત પેન્શન ધારકો છે અને 10,000 રૂપિયાથી વધુ માસિક પેન્શન મળે છે તેને લાભ મળશે નહિ.
4. ડોક્ટર, એન્જિનિયર, સી.એ., આર્કિટેક અને વકીલ જેવા વ્યવસાય ધરાવે છે પરંતુ ખેતી કરે છે તેને પણ આ યોજનાનો લાભ નહિ મળે.
5. તમામ સંસ્થાકીય જમીન ધારકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં નહીં આવે.
6. જો કોઈ ખેડૂત અથવા પરિવાર માંથી બંધારણીય હોદ્દો ધરાવે છે તો તેને આ યોજનાનો લાભ નહિ મળે.
7. કોઈપણ સરકારી કર્મચારી અથવા નિવૃત્ત અધિકારીને આ યોજનામાં લાભ નહિ મળે.
8. જાણી જોઈને ખોટી માહિતી આપતાં લોકોને પણ આ યોજનાનો લાભ નહિ મળે.