PM મોદી પાસે ન તો ઘર છે ન કાર, 52 હજાર રોકડા, આટલું સોનુ, જાણો 5 વર્ષમાં કેટલી વધી સંપત્તિ

PM મોદી પાસે ન તો ઘર છે ન કાર, 52 હજાર રોકડા, આટલું સોનુ, જાણો 5 વર્ષમાં કેટલી વધી સંપત્તિ

Narendra Modi net worth: પીએમ મોદીએ 14 મેનાં રોજ ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમના ચૂંટણી એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી છે. ચૂંટણી એફિડેવિટ મુજબ પીએમ મોદીની પાસે લગભગ 3 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જો કે, તેની પાસે ન તો ઘર છે કે ન તો કાર.

PM મોદી પાસે કેટલા પૈસા છે?

ચૂંટણી એફિડેવિટ મુજબ પીએમ મોદી પાસે કુલ 52,920 રૂપિયાની રોકડ છે. આ સિવાય તેમના બેંક ખાતામાં 73304 રૂપિયા જમા છે. તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ગાંધીનગરમાં તેમના ખાતામાં 73304 રૂપિયા છે, જ્યારે વારાણસીમાં તેમના SBI ખાતામાં માત્ર 7000 હજાર રૂપિયા છે. આ સિવાય તેમની પાસે 2,85,60,338 કરોડ રૂપિયાની FD છે, જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં છે. આ સિવાય પીએમ મોદીએ 9,12,398 રૂપિયાના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ લીધા છે. એફિડેવિટ મુજબ તેમની પાસે ચાર સોનાની વીંટી છે, જેની કુલ કિંમત રૂ. 2,67,750 છે.

5 વર્ષમાં PMની આવક કેટલી વધી?

વર્ષ 2019ના ચૂંટણી એફિડેવિટ મુજબ પીએમ મોદીની આવક 11,14,230 રૂપિયા હતી. વર્ષ 2020-21માં તેમની આવક 17,07,930 રૂપિયા હતી. જ્યાં 2021-22માં પીએમ પાસે 15,41,870 રૂપિયાની સંપત્તિ હતી, જ્યારે વર્ષ 2022-23માં વડાપ્રધાનની આવક 23,56,080 રૂપિયા હતી. વર્ષ 2023-24માં તેમની કુલ સંપત્તિ 3,02,06,889 રૂપિયા છે. જો કે પીએમ મોદી પાસે ન તો ખેતર છે કે ન તો ઘર.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

PM મોદી પાસે 4 સોનાની વીંટી છે, જેની કિંમત લગભગ 2 લાખ રૂપિયા છે. પીએમ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર 2014 અને 2019 વચ્ચે તેમની જંગમ સંપત્તિમાં 52 ટકાનો વધારો થયો છે. તેમની મોટાભાગની જંગમ સંપત્તિ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 1.27 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટના રૂપમાં છે.

PM મોદી કેટલો ટેક્સ ચૂકવે છે?

ચૂંટણી એફિડેવિટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પગાર અને કમાણીનાં આધારે ટેક્સ ચૂકવે છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત તેમનો પગાર અને તેમની બચત પરનું વ્યાજ છે. નાણાકીય વર્ષ 2023-24માં પીએમ મોદીએ 3 લાખ 33 હજાર 179 રૂપિયાનો આવકવેરો ભર્યો છે.

પીએમ મોદીનો અભ્યાસ

ચૂંટણીના સોગંદનામા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત બોર્ડમાંથી અભ્યાસ કર્યો છે. 1967માં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, તેમણે 1978માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસ કર્યું. વર્ષ 1983માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી કરી હતી.