ઠંડીની સાથે માવઠું પણ આવશે, ભરશિયાળે વરસાદની અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

ઠંડીની સાથે માવઠું પણ આવશે, ભરશિયાળે વરસાદની અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે, 8થી 10 જાન્યુઆરી દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયા વાતાવરણ રહી શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ સહિતના ભાગોમાં વાદળો છવાઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. આમ, રાજ્યના અમુક વિસ્તાર હળવો વરસાદ થઈ શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, દેશ અને રાજ્યમાં અગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. 15 થી 21 જાન્યુઆરી દરમ્યાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તેમજ અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થઇ શકે છે.

તો 29 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી દરમ્યાન પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેમાં ગુજરાતના વાતાવરણાં પલટાની અને કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી છે.