Top Stories
પીએમ મોદી આજે 11 વાગ્યે કરશે સંબોધન, ખેડુતોનાં ખાતામાં આવી શકે છે 10મો હપ્તો

પીએમ મોદી આજે 11 વાગ્યે કરશે સંબોધન, ખેડુતોનાં ખાતામાં આવી શકે છે 10મો હપ્તો

PM કિસાન સન્માન નિધિના 10મા હપ્તાની રાહ જોઈ રહેલા 12 કરોડ ખેડૂતોની રાહ આજે પૂરી થઈ શકે છે.  આજે PM નરેન્દ્ર મોદી ગુજરાત સરકાર દ્વારા કુદરતી ખેતી પદ્ધતિઓ પર આયોજિત કૃષિ કાર્યક્રમના સમાપન સમારોહમાં 'ઓનલાઈન' સંબોધન કરશે. આ કાર્યક્રમમાં લગભગ 5,000 ખેડૂતો ભાગ લે તેવી અપેક્ષા છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે પીએમ કિસાનના ખાતામાં 2000 રૂપિયા જમા થઈ શકે છે. કારણ કે, પીએમ કિસાનના લાભાર્થીઓને પીએમ કિસાન તરફથી આ કાર્યક્રમ અંગે એસએમએસ મળ્યો છે.

તમને જણાવી દઈએ કે 10મો હપ્તો મોકલવા માટે સરકાર દ્વારા કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. ગયા વર્ષે 25 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલ્યા હતા. તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. પીએમ કિસાન યોજનાના હપ્તા તરીકે દેશના નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પછી, 31 માર્ચ, 2021 સુધી આ હપ્તા હેઠળ 10,23,49,443 લાભાર્થીઓના ખાતામાં પૈસા પહોંચી ગયા છે.

તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ કેન્દ્ર સરકાર 2000-2000ના ત્રણ હપ્તામાં દર વર્ષે 6000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધીમાં સરકારે 9 હપ્તા બહાર પાડ્યા છે અને 12 કરોડથી વધુ નોંધાયેલા ખેડૂતો આ યોજનાની રાહ જોઈ રહ્યા છે. આ વખતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ખેડૂતોએ ઇ-કેવાયસી કરવાનું રહેશે.