આર્થિક રીતે નબળા વર્ગનાં લોકોને ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ યોજના 2015 માં શરૂ કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2022 સુધીમાં દરેક વ્યક્તિને પાક્કું ઘર આપવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ઝૂંપડપટ્ટી અથવા જર્જરિત મકાનોમાં રહેતા દરેક વ્યક્તિને આવરી લે છે. આવાસ યોજના હેઠળ સરકાર બેઘર લોકોને મકાનો આપે છે. આ સિવાય જે લોકો મકાન અથવા ફ્લેટ ખરીદે છે તેમને પણ સરકાર દ્વારા સબસિડી મળે છે. જો તમને આ યોજના સંબંધિત કોઈ ફરિયાદ હોય, તો તમે ફરિયાદ નોંધાવી શકો છો.
ફરિયાદ ક્યાં કરી શકશો: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણની ગાઈડલાઈન મુજબ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ ફરિયાદ નિવારણ વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે. ફરિયાદ પ્રાપ્ત થયાની તારીખથી 45 દિવસના સમયગાળામાં દરેક સ્તરે ફરિયાદોનો નિકાલ કરવાની જોગવાઈ છે. વધુ માહિતી માટે, તમે તમારા સ્થાનિક આવાસ સહાયક અથવા બ્લોક વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકો છો.
સરકાર નો ટાર્ગેટ શું છે: આ યોજના હેઠળ, પાકું મકાનોના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડવાની સાથે, કેન્દ્ર સરકાર જેમને જૂના મકાનો છે તેમને પાકું મકાન બનાવવા માટે પણ મદદ કરી રહી છે. સરકારે વર્ષ 2022 સુધીમાં 1 કરોડ લોકોને પાકું મકાન આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
કેટલી સહાય મળે છે ? : PMAY-G માં તમે 6 લાખ રૂપિયાની લોન વાર્ષિક 6.5 ટકાના વ્યાજ દરે લઈ શકો છો. ઘરની મિનિમમ સાઈઝ તમામ પાયાની સુવિધાઓ જેમ કે વીજળી, રસોડાની જગ્યા સાથે 25 વર્ગ મીટર હોવી જોઈએ. જો તમારે ઘર બનાવવા માટે તેનાથી વધુ રકમ જોઈએ તો તે વધારાની રકમ પર તમારે સામાન્ય વ્યાજદરે લોન લેવી પડશે.