પોસ્ટ ઓફિસમાંથી 10 હજાર કે તેથી વધુ રૂપિયા ઉપાડવા છે? તો જલ્દી કરો આ કામ

પોસ્ટ ઓફિસમાંથી 10 હજાર કે તેથી વધુ રૂપિયા ઉપાડવા છે? તો જલ્દી કરો આ કામ

બેન્ક સેવિંગ એકાઉન્ટની જેમ પોસ્ટ ઓફિસમાં પણ સેવિંગ એકાઉન્ટ ખોલી શકાય છે. તાજેતરમાં, પોસ્ટ વિભાગે રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિયમો રૂ. 10,000 કે તેથી વધુ રકમ પર જ લાગુ થાય છે.

25 ઓગસ્ટના રોજ જારી કરાયેલા એક પરિપત્રમાં સંચાર મંત્રાલયે જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસની શાખાઓના બચત ખાતામાં રૂ. 10,000 અને તેથી વધુ રકમ ઉપાડવા માટે વેરિફિકેશન જરૂરી રહેશે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી/ નવરાત્રીમાં કેટલા દિવસ વરસાદ?

આ શાખાઓમાં ચકાસણી કરવામાં આવશે નહીં
તેમાં કહેવામાં આવ્યું છે કે રૂ. 10,000 અને તેથી વધુની રકમ માટે સિંગલ હેન્ડેડ પોસ્ટ ઓફિસમાંથી ઉપાડની ચકાસણી દૂર કરવામાં આવી છે અને 17 જુલાઈ, 2018 ના આદેશ દ્વારા માત્ર સંબંધિત શાખા પોસ્ટ ઓફિસોમાં ઉપાડની ચકાસણી માટે સૂચવવામાં આવ્યું છે. જો કે, તાજેતરના POSB CBS મેન્યુઅલમાં નિયમ 64 હેઠળ એક નોંધ ઉમેરવામાં આવી છે.

સર્કલ હેડ વિશેષ તપાસ કરી શકશે
આ સૂચના અનુસાર, “સર્કલ હેડની વિશેષ જવાબદારી છે કે સુરક્ષાના પગલાં અને છેતરપિંડી અટકાવવા માટેના દરેક જરૂરી પ્રયાસો કાળજીપૂર્વક લેવામાં આવે. સર્કલ હેડ સ્થાનિક સંજોગોના આધારે તેઓ જે કોઈ ચોક્કસ તપાસ કરવા ઈચ્છતા હોય તે કરવા માટે સ્વતંત્ર છે.” આ ચકાસણીનો હેતુ બેંકિંગ છેતરપિંડીઓની આશંકાઓને ઘટાડવાનો છે.

આ સિવાય પોસ્ટલ વિભાગે તેના ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા પણ વધારી દીધી છે. નવા નિયમ હેઠળ, ખાતાધારકો ગ્રામીણ ડાક સેવાની શાખામાં એક દિવસમાં 20,000 રૂપિયા સુધી ઉપાડી શકશે. પહેલા આ મર્યાદા 5,000 રૂપિયા હતી.

મહત્તમ વ્યવહાર શું હોઈ શકે છે
આ સિવાય, કોઈ પણ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) એક દિવસમાં ખાતામાં 50,000 રૂપિયાથી વધુની રોકડ જમા લેવડદેવડ સ્વીકારશે નહીં. એટલે કે, એક ખાતામાં એક દિવસમાં 50,000 રૂપિયાથી વધુની રોકડ લેવડદેવડ કરી શકાતી નથી.

નવા નિયમો અનુસાર બચત ખાતા સિવાય હવે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), માસિક આવક યોજના (MIS), કિસાન વિકાસ પત્ર (KVP), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં ચેક ડિપોઝિટ દ્વારા યોજનાઓ સ્વીકૃતિ અથવા ઉપાડ ફોર્મ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: અગત્યનું/1 ઓકટોબરથી લાગુ થશે આટલા નિયમો / ફેરફાર, ફટાફટ જાણો વિશેષ માહિતી

તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ પર 4 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલા સેવિંગ એકાઉન્ટ માટે મિનિમમ 500 રૂપિયાનું બેલેન્સ રાખવું જરૂરી છે. જો તમારા ખાતામાં રકમ 500 રૂપિયાથી ઓછી છે, તો 100 રૂપિયા એકાઉન્ટ મેન્ટેનન્સ ફી તરીકે કાપવામાં આવશે.