khissu

ભારતમાં ચલણી નોટનું છાપકામ બંધ? જાણો ક્યાં કારણથી આ નિર્ણય લેવામાં આવ્યો?

મહારાષ્ટ્રના નાસિકમાં કોરોના રોગચાળાના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને ચલણી નોટોનું છાપકામ બંધ કરાયું છે. સાવચેતીના પગલા તરીકે, મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેઇન (Breck The Chain) અભિયાન અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું છે. નાસિકમાં નોટોનું છાપકામ 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યું છે.

નાસિક પ્રેસમાં નોટોનું છાપકામ બંધ:- નાસિકના કરન્સી સિક્યુરિટી પ્રેસ અને ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસ (Nashik's Currency Security Press and India Security Press) માં 30 એપ્રિલ સુધી કામ બંધ કરવામાં આવ્યું છે. આ બંને પ્રેસમાં આ સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ જ કાર્ય કરશે, જેમકે ફાયર બ્રિગેડ, પાણી પુરવઠા અને તબીબી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ પોતપોતાની પાળી દરમિયાન કામ કરશે.

ભારતમાં 40 ટકા નોટો નાસિકમાં જ છપાય છે.
આ સમય દરમિયાન નોટો છાપવા સાથે સંકળાયેલા લોકો આવશે નહીં, તેથી નોટોનું છાપકામ સંપૂર્ણપણે બંધ થઈ જશે. તમને જણાવી દઈએ કે ભારતમાં લગભગ 40 ટકા નોટો નાસિકના કરન્સી નોટ પ્રેસ (CNP) માં જ છાપવામાં આવે છે. આ બંને કંપનીમાં લગભગ 3000 કર્મચારી કામ કરે છે. આ કર્મચારીઓ અને તેમના પરિવારોના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: SBI ના 45 કરોડ ગ્રાહકોને ચેતવણી: જાણો વધુ માહિતી નહિતર તમારું બેંક અકાઉન્ટ થઈ જશે ખાલી

ગયા વર્ષે પણ છાપકામ બંધ કરવામાં આવ્યું હતુ.
ગયા વર્ષે પણ કોરોના રોગચાળાને કારણે નાસિકનું પ્રેસ નોટ થોડા દિવસો માટે બંધ હતી. કારણ કે 40 સ્ટાફને કોરોના પોસીટીવ આવ્યો હતો. નાસિકમાં ઉચ્ચ ગુણવત્તાની નોંટો છાપવામાં આવે છે.

આ પણ વાંચો: LIC ધારકો માટે મોટા સમાચાર: જાણો LIC એ પોતાના ગ્રાહકોને શું ચેતવણી આપી? LIC ને લઈને બદલાયો આ નિયમ

રોકડને બદલે ડિજિટલ ચુકવણી કરો.
ગયા વર્ષે સરકારે નોટોનું છાપવાનું બંધ કર્યું ત્યારે લોકોને રોકડને બદલે ડિજિટલ ટ્રાંઝેક્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. ખરેખર, નોટોથી વાયરસ ફેલાવાનું જોખમ પણ વધારે છે, કારણ કે કેટલાક લોકો નોટોની ગણતરી કરતી વખતે થૂંકનો ઉપયોગ કરે છે, જે ખૂબ જોખમી છે. તેથી, રોકડની લેવડ-દેવડમાં નોંટની જગ્યાએ ડિજિટલ મોડનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે.