Top Stories
પૂર્વાનુમાન / 12થી 18 તારીખ મુશળધાર વરસાદ આગાહી...

પૂર્વાનુમાન / 12થી 18 તારીખ મુશળધાર વરસાદ આગાહી...

મૌસમ તક ચેનલનાં દેવેન્દ્ર ત્રિપાઠી દ્વારા સાપ્તાહિક સાપ્તાહિક પૂર્વાનુમાન જણાવવામાં આવ્યું. દેવેન્દ્ર ત્રિપાઠી ખાનગી સંસ્થા skymetમાં અગાઉ કામ કરી ચૂક્યા છે. વેધરને લઈને તેમની પાસે બહોળો અનુભવ છે. ગુજરાત સહિત ભારતના દરેક રાજ્યોનું અનુમાન તેઓ જણાવતા હોય છે. 12 તારીખથી લઇને 18 તારીખ દરમિયાન ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે? એમને લઈને તેમણે માહિતી જણાવી છે.

12-18 તારીખ દરમિયાનમાં કેટલો વરસાદ?
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં લો-પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે તેમ છતાં 27-35 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. હવે આવનાર અઠવાડિયે એટલે કે 12-18 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં મુશળધાર (અતિભારે) વરસાદ પડી શકે છે. 

એક લો-પ્રેશર સિસ્ટમ હાલમાં રાજસ્થાન પર સક્રિય છે. જ્યારે બીજી લો-પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સ્વરૂપે તૈયાર થઈ ચૂકી છે. હાલ વેધર મોડલના ટ્રેક મુજબ બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડિપ્રેશન સિસ્ટમ 15,16 અને 17 તારીખ દરમિયાન મુશળધાર વરસાદ આપી શકે છે. અને બાકી રહેલ વરસાદ ખોટ પૂર્ણ કરી શકે છે. 

રાજસ્થાન ઉપર રહેલ લો-પ્રેશર સિસ્ટમ પણ આવનાર બે દિવસ સુધી છુટા છવાયા વિસ્તારમાં વરસાદ આપશે, ત્યાં સુધીમાં બીજી મજબૂત લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સુધી પહોંચી જશે અને આ ત્રણેય રાજ્યોમાં ભારે અસર કરશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ આપશે. જો બંને લો-પ્રેશર સિસ્ટમ ભેગી થશે તો સારો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ક્યાં અસર? 
લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક આવતાં 15-16 તારીખ દરમિયાન સારો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓ સાથે ઉત્તર ગુજરાતનાં જીલ્લામાં પણ મુશળધાર વરસાદ જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં અતિભારે અસર થાય તેવી શક્યતા છે. છેલ્લાં અઠવાડિયે જેમ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો તેમજ આ અઠવાડિયે પણ જોવા મળશે. 

ખેતીનાં પાકોને નુકસાન કારક સાબિત થઈ શકે છે. 
દેવેન્દ્ર ત્રિપાઠીએ ખેડૂતોની ચિંતા કરતા જણાવ્યું હતું કે છેલ્લો મુશળધાર વરસાદ ખેતીના પાકોને નુકશાન કારક સાબિત થઈ શકે છે. જ્યારે આ સિઝનમાં પાકતા પાકો જેવા કે મગફળી, કપાસ છાપાં, જુવાર, મગ, વગેરે પાકોને વધારે વરસાદ નુકશાન પહોંચાડી શકે છે. પરંતુ જ્યારે વધારે વરસાદ પડે અને નદી, તળાવ, કૂવા રિચાર્જ થઈ જાય તો પાણીની તંગી ઉભી ના થાય અને આવનાર સિઝનમાં સારો પાક લઈ શકાઈ છે. 

હવામાન વિભાગે પણ આવનાર 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. સાથે જણાવ્યું છે કે 14 તારીખ પછી વરસાદ જોર રાજ્યમાં વધી શકે છે. 2 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે વરસાદ પડી શકે છે. સમગ્ર ગુજરાતમાં 18 તારીખ સુધી વરસાદ વાતાવરણ યથાવત્ રહેશે.