Top Stories
ખેડૂતો સાવધાન/ ચોમાસા વિદાય સમયે માવઠાની ચિંતા, માંડણીનો કડાકા ભડાકા વાળો વરસાદ

ખેડૂતો સાવધાન/ ચોમાસા વિદાય સમયે માવઠાની ચિંતા, માંડણીનો કડાકા ભડાકા વાળો વરસાદ

સ્કાયમેટ ખાનગી સંસ્થાના જણાવ્યા અનુસાર ભારતમાં ચોમાસાની વિદાય ચાલુ થઈ ચૂકી છે. જો કે આવનાર બે-ત્રણ દિવસમાં હવામાન વિભાગ પણ ચોમાસાની વિદાય માટેની ઓફિસિયલ તારીખ જાહેર કરશે. ચોમાસા વિદાય સમયે ખેડૂતો માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે. કેમ કે આવનારા દિવસોમાં અરબી સમુદ્રનું સામાન્ય નાનું લો-પ્રેશર વરસાદ આપી શકે છે. 

આજે બની ગયુ નાનું લો-પ્રેશર 
પાંચ તારીખની અપડેટ મુજબ અરબી સમુદ્રમાં કેરળ રાજ્ય લાગુ વિસ્તારોમાં નાનું લો-પ્રેસર સક્રિય થઇ ચૂક્યું છે જે ધીમે-ધીમે ઉત્તર દિશામાં ગતિ કરશે. લો-પ્રેશરનો ટ્રફ મુંબઈ-મહારાષ્ટ્ર-ગોવા સુધી પહોંચી શકે છે. સાથે ગુજરામાં પણ સામાન્ય અસર જોવા મળી શકે છે.

ગુજરાતમાં સાત તારીખથી મંડાણી નો સામાન્ય વરસાદ જોવા મળશે. જોકે વરસાદ વધારે ન પડે પરંતુ પાકને નુકસાન પહોંચાડી શકે છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદ પડી શકે છે.

ક્યાં-ક્યાં જીલ્લામાં વરસાદ શકયતાં?
મિત્રો ૭ તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. મંડાણીનો ઠંડરસ્ટ્રોમ વાળો કડાકા-ભડાકા વાળો વરસાદ જોવા મળશે. જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. જોકે દરિયા કિનારાનાં જીલ્લામાં થોડી વધારે શક્યતા રહેલી છે. 

ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જેવા જિલ્લામાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જોકે જેમ જેમ લો-પ્રેશર નજીક આવશે તેમ વધારે માહિતી Khissu ની Application માં જણાવવામાં આવશે.

નોંધ:- દરિયાકાંઠાના વિસ્તારોમાં 7-11 તારીખ દરમિયાન વરસાદ પડવાની સંભાવના રહેલ છે. માટે ખેડૂત ભાઈઓએ પોતાના પાક માટે થોડી વ્યવસ્થા રાખવી, જેમ કે તાડપત્રી. કુદરતી પરિબળ અને Wether model નાં એનાંલિસિસ મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. ખેતીના કાર્યો અને વાવાઝોડાની માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું.