નમસ્કાર ખેડૂત ભાઈઓ,
હવામાન વિભાગની વેબસાઇટ (IMD) મુજબ આજે એટલે કે 19 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. ગઈ કાલે સૌરાષ્ટ્ર-દીવથી લઈને દક્ષિણ ગુજરાતના સુરતથી નીચે અટકેલું હતું જે આગળ વધી અને જૂનાગઢથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડીસા સુધી પહોંચ્યું હતું અને આજે સમગ્ર ગુજરાતમાં ચોમાસુ પહોંચી ગયું છે તેવી જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ખેડૂતો જેમની રાહ જોઈ રહ્યા હતા એ રાહ પૂર્ણ થઇ છે અને સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે.
રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું?
19 તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ગુજરાતના બે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને એ સિવાયના ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જે મુજબ દરેક જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.ગુજરાતનાં બે જિલ્લા આણંદ અને ભરૂચમાં રેડ એલર્ટ છે જ્યારે સુરત નવસારી, વલસાડ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના બીજા જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જે ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો એલર્ટ વાળો એ તમે જોઈ શકો છો. હવામાન વિભાગે જણાવેલ વરસાદની આગાહી મુજબ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે.
21 તારીખથી બેસશે આદ્રા નક્ષત્ર:
રોહિણી, મૃગશીર્ષ અને ત્યાર પછી 21 તારીખથી આદ્રા નક્ષત્રની શરૂઆત થશે. આદ્રા નક્ષત્રની શરૂઆત મંગળવારે 05:41 ક.મિ થશે. આદ્રા નક્ષત્રનું વાહન શિયાળ છે. આદ્રા નક્ષત્રમાં ક્યાંક ઓછો ઝાપટા સ્વરૂપે વરસાદ પડતો હોય છે ભારે વરસાદ ની શકયતાં ઘણી ઓછી હોય છે. હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ છે અને આ નક્ષત્રમાં મોટા ભાગના વિસ્તારોમાં વાવણી થઇ ચૂકી છે જે ખૂબ જ સારી વસ્તુ ગણાઈ છે.
ગુજરાતમાં ચોમાસું કેવું રહશે અને સારો, મધ્યમ અને ઓછાં વરસાદનું અનુમાન હવામાન વિભાગ સિવાઈ જ્યોતિષૌ દ્વારા પણ કરાવમાં આવતું હોય છે. હિન્દુ સમાજમાં સૂર્યનાં રાશિ-નક્ષત્રનાં પરી ભ્રમણોને આધારે વરસાદનાં સારા ખરાબ યોગની ધારણા કરવામાં આવતી હોય છે. વર્ષમાં બે મહીના દરમિયાન આવતાં ધનારક અને મીનારક પણ સૂર્યદેવનાં રાશિ ભ્રમણ પર આધાર રાખે છે. તેવી જ રીતે વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે. આ વર્ષે વરસાદના ભરણી, કૃતિકા, રોહિણી અને મૃગશીર્ષ નક્ષત્રો પૂરા થઈ ચૂક્યા છે અને મગશર (મૃગશીર્ષ) નક્ષત્રમાં ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં વાવણી થઇ ચૂકી છે. જ્યારે આવતી કાલથી નવું આદ્રા નક્ષત્રનો સંયોગ થઈ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગમી 5 દિવસ આગાહી:
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ એક્ટિવિટી જોવા મળે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વરસાદની વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરી લો.