વાતાવરણમાં અચાનક પલ્ટો/ નક્ષત્રો સાથે હવામાન વિભાગે કરી ભારે પવન સાથે વરસાદ આગાહી

વાતાવરણમાં અચાનક પલ્ટો/ નક્ષત્રો સાથે હવામાન વિભાગે કરી ભારે પવન સાથે વરસાદ આગાહી

અત્યાર સુધી ગુજરાત પર પાકિસ્તાન પરથી સૂકા પવનો આવતા હતા જ્યારે હવે પવનની દિશા બદલાય છે અને અરબી સમુદ્ર પરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે જેમને કારણે ગુજરાતમાં ચોમાસું બેસવાનું જાહેર થાય તે પહેલાં વરસાદ પડી રહ્યો છે.

ચોમાસુ શરૂ થયા પહેલાં શરૂ થતા વરસાદને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવે છે. ગઈકાલે કોઈ પણ મોટી સિસ્ટમ કે ટ્રફ વગર લોકલ અસ્થિરતાને કારણે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જોકે 8 તારીખથી જ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ઘણા વિસ્તારોની અંદર કડાકા-ભડાકા સાથે Thunderstorm નો વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે.

ગઈ કાલે રોહિણી નક્ષત્ર ચાલુ હતું, જો કે આજથી મૃગશીર્ષ નક્ષત્ર શરૂઆત થઇ ચૂકી છે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન ગધેડો છે અને આ નક્ષત્રમાં તોફાની પવન સાથે વરસાદ પડતો હોય છે. ભીમ અગિયારસ પહેલા મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆતમાં પડતો વાવણી લાયક વરસાદ ખેડૂતોને ખૂબ જ ફાયદો અપાવે છે.

હવામાન વિભાગ ધ્વારા 9 થી 11 તારીખ સુધી ક્યાં ક્યાં જીલ્લામાં આગાહી? વલસાડ, નવસારી, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચોમાસુ બેસતા પહેલા વરસાદ પડી શકે છે. આ સાથે દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.

પવન બદલાતા વાતાવરણમાં પલટો આવ્યો: જોકે સાત તારીખથી જ ગુજરાતમાં વાતાવરણની અંદર અચાનક પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્ર પરથી આવતાં ભેજવાળા પવનો વરસાદને ખેંચી લાવે છે. જેમને કારણે ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આવનાર દિવસોમાં ઉત્તરોત્તર આ વિસ્તારોમાં વધારો થશે.

સંપૂર્ણ ગુજરાતમાં વાવણી ક્યારે? લોકલ અસ્થિરતાને કારણે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. સૌથી પહેલા વાવડી નો લાભ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને મળશે. ત્યાર પછી કચ્છ અને ઉત્તર ગુજરાતનો વારો આવશે. જોકે એક સાથે સંપૂર્ણ ગુજરાતમાં વાવણી થાય તેવી કોઈ મોટી સિસ્ટમ હાલમાં ગુજરાત ઉપર કે અરબી સમુદ્ર ઉપર બનેલી નથી. પરંતુ 15 જૂન થી 22 જૂન વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની પૂરી સંભાવના છે.