દર વર્ષે વરસાદના આઠ નક્ષત્ર ઉપરથી ચોમાસુ કેવું રહેશે તેનો પ્રારંભિક અનુમાન લગાવવામાં આવતું હોય છે. વર્ષ 2024 એટલે કે સવંત.2080 ના રોજ ક્યારે નક્ષત્ર ચાલુ છે.
1) જેઠ સુદ ચૌદશ અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે. આદ્રા નક્ષત્ર 21-06-2024 ના રોજ બેસે છે. એટલે 21 તારીખે રાત્રે 12 અને 18 મિનિટે શરૂ થશે.
આદ્રા નક્ષત્રનુ વાહન મોર છે. આદ્રા નક્ષત્રમાં વરસાદ સારો થાય અને નદીનાળા છલકાઈ જાય છે. તેવી કહેવાય છે.
જો વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા
એટલે કે આ નક્ષત્ર માં વરસાદ થાય તો આવનાર બારે માસ સારા થાય.
ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે. સારા વરસાદ માટે વરસાદનું ભારે નક્ષત્ર એટલે આ આદ્રા નક્ષત્ર કહેવાય. 21 જૂન 2024 ના રોજ આ નક્ષત્ર ચાલુ થશે જેમાં વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે.
પુનઃવર્ષુ નક્ષત્ર ની આગાહી 2024
2) આદ્રા નક્ષત્ર પછી જૂન મહિનામાં પૂનવર્ષૂ નક્ષત્ર બેસે છે. 5 જુલાઈ 2024 ના રોજ રાત્રે 11 અને 52 કલાકે અશ્વ ના વાહન સાથે આ નક્ષત્ર શરૂ થશે.
પૂનવર્ષૂ નક્ષત્રમાં વાદળો થાય અને મધ્યમ વરસાદ તેવી આગાહી હોય છે. આ નક્ષત્રનું વાહન ઘોડો છે.
મોર ના વાહન સાથે પુષ્પ આવશે
3) ત્યાર પછી વરસાદનું પુષ્પ નક્ષત્ર શરૂ થાય જે અષાઢ સુદ તેરસને શુક્રવારે ચાલુ થશે એટલે કે 19/07/2024ના રોજ રાત્રે 11:22 મિનિટે શરૂ થશે.
પુષ્પ નક્ષત્ર : જેમનું વાહન મોર છે. જેમાં વરસાદ સારો પડે. નદીનાળા ભરાઈ જાય.
કૃતિકા, ભરણી અને મૃગ શીર્ષ નક્ષત્ર પછી આ નક્ષત્રો ની શરૂઆત થાય છે. આ દરેક નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ પડવાની સંભાવના 99% હોય છે.