khissu

વાવાઝોડાં સાથે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વરસાદ પડશે ?

આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વલસાડ નવસારી, સુરત, ભરૂચ, તાપી, ડાંગમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમ કે આણંદ, વડોદરા, ખેડા, અમદાવાદ અને ગાંધીનગર આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, સહિત સૌરાષ્ટ્ર ના તમામ સ્થળોએ વરસાદ પાડવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં આજે મહેસાણા, અને સાબરકાંઠાના કેટલાંક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા વરસી શકે. અન્ય વિસ્તારોમાં સામાન્ય છાંટા છૂટી ની શક્યતા છે. જ્યારે કચ્છના વિસ્તારોમાં સામાન્ય છાંટા પડશે, ભારે વરસાદની કોઈ શક્યતા નથી.