Top Stories
આગમી 72 કલાક અતિભારે વરસાદ આગાહી..

આગમી 72 કલાક અતિભારે વરસાદ આગાહી..

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમ હાલમાં ગુજરાત પર આવી છે. જોકે બીજી સિસ્ટમો કરતા થોડી નબળી છે પરંતુ આ સિસ્ટમ પર અરબી સમુદ્રના ભેજવાળા પવનો જવાને કારણે સારો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ પડ્યો છે એટલે કે ગુજરાત રાજ્યમાં ફરીથી ચોમાસુ સક્રિય બન્યું છે. જેમને કારણે આગામી 48 કલાક સુધી હવામાન વિભાગે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

આગામી 72 કલાક સુધી ક્યાં જીલ્લામાં ભારે વરસાદ આગાહી?
મંગળવાર, 31 ઓગસ્ટના રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે બીજા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

બુધવારે એટલે કે પહેલી સપ્ટેમ્બરનાં રોજ આણંદ, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુરુવારે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ આણંદ, ભરૂચ, સુરત, પાટણ, અમદાવાદ, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, બનાસકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે.

અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી?
ચોમાસુ સક્રિય બનતા હવામાન વિભાગે અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. જો કે બે-દિવસથી અમદાવાદના જુદા-જુદા ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાં અમદાવાદ વાસીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આવનારાં 4 દિવસમાં મધ્ય ગુજરાત સહિત અમદાવાદમાં પણ મધ્યમ સારો વરસાદ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ જોવા મળશે. ૩ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન પણ સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 1થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.