Top Stories
khissu

18થી 24માં ભારે વરસાદ આગાહી, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં?

બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે જે 17થી 23 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ ગુજરાતમાં આપશે. ગુજરાતમાં 18થી 24 દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ ભારે ની શકયતા દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની શક્યતા છે અને બાકી બધે પણ વરસાદ પડવાની સંભાવના સારી જોવા મળી રહી છે કેમ કે ધીમે-ધીમે ચાર્ટ હાલમાં સુધરી રહ્યા છે.

હાલમાં MJO ફેજ 1 માંથી 2માં આવી ચૂક્યો છે. આવનાર 2 દિવસમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બની જશે અને ત્યાર બાદ એ લો-પ્રેશર ધીમે-ધીમે મધ્ય-ઉત્તર ભારત તરફ આવશે. 18થી 20 તારીખ સુધીમાં તેમની અસર ગુજરાતમાં શરૂ થઈ જશે. ગુજરાતમાં સારા વરસાદની આગાહી હવામાન ખાતાએ પણ જણાવી છે. જ્યારે લો-પ્રેશર મધ્યપ્રદેશ-રાજસ્થાન સુધી આવશે ત્યારે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શકયતાં જણાઈ રહી છે.

જોકે હાલમાં ગુજરાત ઉપર 800 એસ.પી.એ લેવલ પર ભેજ નું પ્રમાણ વધારે છે જેથી ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદનું (ઝાપટાં) જોર વઘ્યું છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં ઘણાં જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. જોકે વરસાદનાં 2 રાઉન્ડ પૂર્ણ થવા છતાં ગુજરાતમાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આગમી દિવસોમાં સારો વરસાદ પડે તેવા સંજોગો ઉભા થઈ રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લાં 24 કલાક માં ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. નર્મદા, સુરત, નવસારી, અમરેલી, વલસાડ જિલ્લામાં સારા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. ત્યારે હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગમી દિવસોમાં ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન ખાતાની આગાહી કરતા જણાવ્યું છે કે 15 ઓગસ્ટ પછી ચોમાસું ફરી સક્રિય બનશે. 17 ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદ થશે. 15 ઓગસ્ટ પછી ચાર દિવસ વરસાદ જોર પકડશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20-21 તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. જ્યારે ૧૭ ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં સારા વરસાદથી પાણીની અછત દૂર થઈ શકે છે.

જોકે ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં પણ ૪૨ ટકાથી વધારે વરસાદની ખોટ નોંધાઈ રહી છે. આગામી દિવસોમાં અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં સારો વરસાદ થઇ શકે છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે અને ફરી ચોમાસું જામશે.

આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે બને તેટલી શેર કરો. વરસાદની આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો. અમારાં Khissu Facebook પેજ ને follow કરો. વિડિયો જોવા માટે Khissu YouTube ચેનલ સાથે જોડાઈ જાવ.