Top Stories
khissu

લો-પ્રેશર સક્રિય બનતા વરસાદ આગાહી બદલાઈ...

બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા ગુજરાત રાજ્યમાં ગઈકાલથી વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે ગુજરાતમાં બે ઇંચથી વધારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં નોંધાયો છે. જેમાં સુરતના મહુવામાં 56 એમએમ દાહોદમાં 37એમએમ વાસંદા-નવસારીમાં 27એમએમ ડાંગના વધઈ 26એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે મોડી રાત્રે અમદાવાદમાં પણ સારો વરસાદ કડાકા-ભડાકા સાથે પડ્યો હતો. આ સાથે દક્ષિણ પૂર્વ ગુજરાતના ઘણા સ્થળોએ અને દક્ષિણપૂર્વ સૌરાષ્ટ્રના પણ કેટલાક સ્થળોએ ઝાપટાં સાથે સારો વરસાદ પડયો હતો.

આજે ક્યાં-ક્યાં પડી શકે વરસાદ?
વરસાદી વાતાવરણ સક્રિય થતા સૌરાષ્ટ્રમાં આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વધારે છે. જ્યારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાત માં પણ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશરની વધારે અસર આજે અને આવતી કાલે જોવા મળી શકે છે.

આજે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા સાથે અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલમાં વેધર ચાર્ટ જે રીતે દર્શાવી રહ્યા છે તેવી રીતે રહેશે તો 19 અને 20 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ગઇકાલે મોડી રાત્રે અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે જે રીતે વરસાદ પડયો હતો એવી રીતે ઠંડરસ્ટ્રોમનો વરસાદ પણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં પડી શકે છે. 

હવામાન વિભાગે શું આગાહી કરી?
હવામાન ખાતાએ પોતાની આગાહીમાં ફેરબદલ કરી અને જણાવ્યું છે કે આવનારા સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રની અંદર પણ સામાન્યથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન ખાતાએ ગઈકાલે આગાહી કરતા જણાવ્યું હતુ કે આવનારા પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ નથી. પરંતુ ફરીથી પોતાની આગાહી બદલી છે અને જણાવ્યું છે કે આવનારા 7 દિવસ સુધી હવે વરસાદી માહોલ સર્જાયેલો રહેશે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

અંબાલાલ પટેલની પણ આગાહી
વરસાદી સિસ્ટમ સક્રિય બનતા અંબાલાલ પટેલે પણ આવનારા દિવસોમાં વરસાદને લઈને આગાહી જણાવી હતી. 
1) 18 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદનું સારું પ્રમાણે રહેશે.

૨) 21 થી 23 અને ૨૫થી ૨૮ ઓગસ્ટ દરમિયાન વરસાદનું પ્રમાણ સારું રહેશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.

૩) લો પ્રેશર બનતાં દક્ષિણ ભારતમાં વરસાદના સારા સંજોગો બની રહ્યા છે ત્યાર પછી ધીમે-ધીમે ગુજરાતમાં પણ સારા સંજોગો સાથે સાનુકૂળ સ્થિતી બનશે.

૪) દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

૫) ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગાજવીજ સાથે વરસાદ થશે.

૬) 28 ઓગસ્ટ પછી September's મહિનામાં સારો વરસાદ થશે. ગુજરાતમાં વરસાદની ખોટ પૂરી થશે.