Top Stories
khissu

રાજ્યમાં હજી વરસાદ ગ્યો નથી; ફરી આ તારીખોમાં વરસાદ ચાલુ થશે

રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી. 30મી ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદના યોગ છે. 11 સપ્ટેમ્બર પછી ગુજરાત રાજ્યના જુદા-જુદા ભાગોમાં સારા વરસાદી ઝાપટાં પડશે. 25, 28ઓગસ્ટમાં સામાન્ય વરસાદ થઈ શકે, તો 30ઓગસ્ટથી 6 સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડી શકે છે: અંબાલાલ પટેલ 

બંગાળના ઉપસાગરમાં વરસાદનું મોટું વહન તૈયાર થાય છે અને ઉત્તર ભારત તરફ ફંટાઈ જાય છે. જો મધ્ય ભારત તરફ આવે તો ગુજરાતમાં સારા વરસાદના સંજોગો બની શકે છે. હાલમાં અરબી સમુદ્રમાં કોઈ મોટું વહન સક્રિય બનતું નથી જેમને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ ખૂબ જ નબળું રહ્યું છે. આ વખતે ધાર્યા કરતાં ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ પડયો છે.

હાલમાં મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા દરમિયાન મઘા નક્ષત્ર ચાલુ રહેશે. ત્યાર બાદ રાજ્યમાં ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે. જ્યારે ઉત્તરાફાલ્ગુનીમાં પણ વરસાદી ઝાપટાં પડે એવી શક્યતાઓ રહેલી છે. ફાલ્ગુની નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે સારું ગણાતું નથી.

અંબાલાલ પટેલની નવી આગાહી?
1) અરબી સમુદ્રનાં ભેજને કારણે ગુજરાત રાજ્યમાં મેઘરાજા ફરીથી મહેરબાન થશે. જોકે હાલમાં એક વરસાદ રાઉન્ડ પૂર્ણ થવાના આરે છે. 

2) ગુજરાતમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

3)  રાજ્યમાં ૨૫ ઓગસ્ટ અને ૬ સપ્ટેમ્બરના રોજ વરસાદ પડશે.

4) ૨૮મી ઓગસ્ટે છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ તેમજ ડાંગમાં વરસાદ પડશે.

5) ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે. સાથે 6 સપ્ટેમ્બર બાદ પંચમહાલમાં પણ વરસાદની સંભાવના સેવાઈ રહી છે.

6) આવતા મહિને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે, તો સૌરાષ્ટ્રનાં કેટલાંક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
ગુજરાત રાજ્યનાં ઘણા ખેડૂત ભાઈઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાતો વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે અને જળ સંકટની સ્થિતિ સર્જાઇ રહી છે. 

ગુજરાત નજીક અરબી સમુદ્રમાં વરસાદનું મોટું વહન ન થવાને કારણે આ વર્ષે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદ જોવા મળ્યો નથી. બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર સિસ્ટમ બને છે તે પણ ઉત્તર ભારત તરફ ફંટાઈ જાય છે જેમને કારણે પણ ગુજરાતમાં સારા વરસાદના સંજોગો બન્યા નથી. જો કે આવનારા દિવસોમાં એટલે કે ૨૮, ૨૯ ઓગસ્ટ આજુબાજુ ફરી એક બંગાળની ખાડીમાં લો-પ્રેસર બને તેવી શક્યતાઓ રહેલી છે. ફરી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.