Top Stories
khissu

આગાહી / 40-60km પવન સાથે ભારેથી અતિભારે વરસાદ, જાણો ક્યાં જીલ્લામાં?

ગુજરાતમાં લાંબા વિરામ બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. હવામાન વિભાગે સોમવાર, મંગળવાર અને બુધવારના રોજ વરસાદને લઈને સારા સંકેતો જણાવ્યા છે. 
1) ખાનગી સંસ્થા skymet દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાં લો-પ્રેસર સ સક્રિય બન્યું છે.

2) હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારથી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ ભારે વરસાદ ચાલુ થશે.

3) હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ નહીંવત્.

4) હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ પછી એટલે કે મંગળવારથી ભારે વરસાદ પડવાની આગાહી છે.

5) આગાહીના દિવસોમાં વરસાદ સાથે ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

6) સોમવારના રોજ પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

7) મંગળવારે ભરૂચ અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ખેડા, નર્મદા, વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

8) બુધવારના રોજ ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી સાથે ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે નર્મદા, સુરત, તાપી, ભરૂચ, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ આગાહી છે.

ગુજરાતમાં જ્યારથી ચોમાંસુ ચાલુ થયું ત્યાર પછી સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં જોવા નથી મળ્યો. છેલ્લા છ-સાત વર્ષમાં સૌથી નબળું ચોમાસું આ વર્ષે જોવા મળ્યું છે. ગુજરાતમાં દુકાળના ડાકલા વાગી રહ્યા છે તો બીજી તરફ જળસંકટની ભીતિ પણ સેવાઈ રહી છે. ક્યારે ફરી એક વખત સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં સારો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.