ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતમાં આવનાર ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ધ્વારા 9 થી 11 જૂન વચ્ચે કયા-કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે તેમને લઇને આગાહી કરી છે. જણાવ્યું છે કે વલસાડ, નવસારી, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચોમાસુ બેસતા પહેલા વરસાદ પડી શકે છે.
આ સાથે દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે.
પવનો બદલાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. જોકે સાત તારીખથી જ ગુજરાતમાં વાતાવરણની અંદર અચાનક પલટો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી પાકિસ્તાન પરથી સૂકા પવનો ગુજરાત પર આવતા હતા, જોકે હવે અરબી સમુદ્ર પરથી આવી રહ્યા છે. અરબી સમુદ્ર પરથી આવતાં ભેજવાળા પવનો વરસાદને ખેંચી લાવે છે. જેમને કારણે ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આવનાર દિવસોમાં ઉત્તરોત્તર વરસાદન વિસ્તારોમાં વધારો થશે.
આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સામાન્ય વરસાદ, ગઈ કાલે અમરેલીમાં પવન સાથે આવ્યો હતો વરસાદ. જોકે ગઈ કાલે સૌરાષ્ટ્રમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે હવમાન વિભાગે આજે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનોના કારણે ઠંડક અનુભવાશે.