નમસ્કાર ખેડૂત મિત્રો...
1 થી 7 તારીખ સુધીમાં વરસાદ આગાહી ( khissu ૩૧-૦૫-૨૦૨૧, સોમવારની અપડેટ )
ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ગયા બાદ છેલ્લા એક અઠવાડિયામાં એક દિવસ ઉત્તર ગુજરાતનાં અમુક વિસ્તારો ને બાદ કરતાં કોઈ પણ જગ્યાએ વરસાદ પડ્યો નથી. જોકે હવે આગામી દિવસોમાં વરસાદની એક્ટિવ ચાલુ થશે. જોકે ખાનગી સંસ્થા skymet નાં જણાવ્યાં અનુસાર ભારતનાં કેરળ માં ચોમાસું બેસી ગયું છે, અને ધીમે ધીમે આગળ વધશે. અને ગુજરાત માં 15 થી 24 જૂન વચ્ચે કોઈ કોઈ વિસ્તાર માં વરસાદ ચાલુ પણ થઈ જાઈ.
આવનાર જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેવું રહેશે વાતાવરણ? : અત્યારે 1 થી 7 જૂન ની વાત કરવામાં આવે તો હજુ આગામી ત્રણ દિવસ એટલે 2 તારીખ સુધી રાજ્યમાં ક્યાંય ખાસ વરસાદ જોવા નહીં મળે તેવી શક્યતા છે. માત્ર દક્ષિણ ગુજરાતના બોર્ડર ના જિલ્લામાં અમુક જગ્યાએ વરસાદ પડી શકે બાકી બીજા વિસ્તાતમાં ખૂબ ઓછી શકયતા છે અને એકાદ બે જગ્યાએ પડી જાય તો પડી જાય વધારે શક્યાં નથી. ત્યાર બાદ તારીખ 3 થી 6 જૂન ની વાત કરવામાં આવે તો આ દિવસો દરમિયાન રાજ્યમાં પ્રી ચોમાસુ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે ઝડપી બનશે. અને છુટા છવાયા વિસ્તારમાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ પણ જોવા મળશે.
ઉપર ફોટો માં જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધારે એક્ટિવિટી જોવા મળશે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર અમરેલી, ગીર સોમનાથ, બોટાદ જેવા જિલ્લામાં થોડી અસર વધારે જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં સાબરકાઠાં, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જેવા જિલ્લામાં અસર ચાલુ થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા અને છોટા ઉદેપુર માં રેન એક્ટિવિટી જોવા મળી શકે છે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં થોડો પ્રભાવ વધારે જોવા મળે તેવી શક્યતા છે. ( ઉપર phota માં જે અનુમાન (pridicton) છે તે 31 તારીખથી 7 જૂન સુધીનુ છે અને સંભવિત ટોટલ વરસાદ નું છે- accumulated total precipitation (MM માં)
જેમાં મુખત્વે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં એક્ટિવિટી ખાસ જોવા મળશે તો કચ્છમાં ખાસ એક્ટિવિટી જોવા નઈ મળે ઓછી જગ્યાએ અસર રહે અથવા એવું પણ બને કે પછી એક્ટિવિટી જોવા જ ના મળે ( ઉપર ફોટામાં દર્શાવ્યા મુજબ) મતલબ ત્યાં હાલ શકયતા ઓછી છે.
7 જૂન થી ફરી પ્રી મોન્સૂન એક્ટિવિટી ઓછી થઈ જશે તેવું અનુમાન છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી થન્ડરસ્ટ્રોમ આધારિત હોઈ છે કોઈ વિસ્તાર ફિક્સ નથી હોતો.
આગળ અમે વરસાદ અને ચોમાસાની દરેક માહિતી જણાવતાં રહીશું માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો. અને આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડી દેજો.