6 તારીખની અપડેટ અપડેટ મુજબ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બની ચૂકી છે. લો-પ્રેશર સિસ્ટમ ઓરિસ્સા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ પરથી ધીમે-ધીમે ગુજરાત પર આવશે. જોકે આજથી જ ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવશે. આજે બપોર બાદ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટાં ચાલુ થઈ શકે છે. અને આવતીકાલે 7 તારીખે વરસાદના વિસ્તારોમાં વધારો થશે. 8-9 તારીખે સૌથી વધુ અસર જોવા મળશે.
6 તારીખે ક્યાં જીલ્લામાં પડી શકે છે વરસાદ?
આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત ના સુરત માં ગઈકાલની માહોલ બન્યો હતો અને એક સારુ ઝાપટું જોવા મળ્યું હતું. ગઈ કાલની જેમ જ આજે બપોર બાદ ગુજરાતના દરિયાકાંઠાના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ તૈયાર થશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં સારા ઝાપટાં પડી શકે છે. જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ હળવો સામાન્ય વરસાદ ચાલુ થઇ શકે છે.
7 તારીખે ક્યાં ક્યાં જીલ્લામાં ભારે વરસાદ પડી શકે છે?
૭ સપ્ટેમ્બરના રોજ લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર રાજ્ય પર આવી જશે અને ગુજરાતમાં 7 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. 7 તારીખે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે. જોકે અમુક મહારાષ્ટ્ર લાગુ બોર્ડર વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
6-7 તારીખ દરમિયાન સુરત, ભરૂચ, વલસાડ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડા, નર્મદા અને નવસારીમાં વરસાદની શક્યતા ઓ થોડી વધારે છે. જોકે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ થોડી વધારે છે.
રાજ્યમાં 8-9 તારીખ દરમિયાન સૌથી વધારે વરસાદનું જોર જોવા મળશે, હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર આઠ અને નવ તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી જણાવી છે. વધારે માહિતી આગળ khissu Aplication માં જણાવતાં રહીશું.