Top Stories
વર્ષ 2022 ના ફેબ્રુઆરી માસમાં 12 દિવસ બેંકો રહેશે બંધ, જોઈ લો લીસ્ટ

વર્ષ 2022 ના ફેબ્રુઆરી માસમાં 12 દિવસ બેંકો રહેશે બંધ, જોઈ લો લીસ્ટ

નૂતન વર્ષ 2022 ના ફેબ્રુઆરી મહિનાનું બેંક હોલિડે જાહેર થયું છે. ફેબ્રુઆરી 2022માં બેંકોમાં કુલ 12 દિવસની રજા રહેશે. આ બેંકો 12 દિવસ સુધી દેશભરમાં બંધ રહેશે નહિ કારણ કે RBI ની માર્ગદર્શિકા અનુસાર કેટલીક રજાઓ ચોક્કસ રાજ્ય અથવા પ્રદેશ સાથે સંબંધિત હોય છે. આથી દરેક રાજ્યમાં બેંકની રજાઓ અલગ-અલગ હોઈ શકે છે.

ફેબ્રુઆરી 2022 માં, બેંકો 12 દિવસ માટે બંધ રહેશે. જેમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. ફેબ્રુઆરી મહિનામાં, વસંત પંચમી, ગુરુ રવિદાસ જયંતિ જેવા પ્રસંગો છે, જેના પર બેંકોમાં રજા રહેશે. આ દરેક રજાઓ તમામ રાજ્યોમાં લાગુ થતી નથી તેથી આ રજાઓની યાદી જોયા પછી જ બેંક જવાનો પ્લાન બનાવવો.

રજાઓની સૂચિ નીચે મુજબ છે

- ફેબ્રુઆરી 2: સોનમ લોસર (ગંગટોકમાં બેંકો બંધ)

- ફેબ્રુઆરી 5:- સરસ્વતી પૂજા/વસંત પંચમી (અગરતલા, ભુવનેશ્વર, કોલકાતામાં બેંકો બંધ)

- ફેબ્રુઆરી 6:- રવિવારની સાપ્તાહિક રજા

- ફેબ્રુઆરી 12:- મહિનાનો બીજો શનિવાર

- ફેબ્રુઆરી 13:- રવિવારની સાપ્તાહિક રજા

- ફેબ્રુઆરી 15:- મોહમ્મદ હઝરત અલી જન્મદિવસ/લુઈસ-નાગાઈ-ની (ઈમ્ફાલ, કાનપુર, લખનઉમાં બેંકો બંધ)

- ફેબ્રુઆરી 16:- ગુરુ રવિદાસ જયંતિ (ચંદીગઢમાં બેંકો બંધ)

- ફેબ્રુઆરી 18:- દોલજાત્રા (કોલકત્તામાં બેંકો બંધ)

- ફેબ્રુઆરી 19:- છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ (બેલાપુર, મુંબઈ, નાગપુરમાં બેંકો બંધ)

- ફેબ્રુઆરી 20:- રવિવારની સાપ્તાહિક રજા

- ફેબ્રુઆરી 26:- મહિનાનો ચોથો શનિવાર

- ફેબ્રુઆરી 27:- રવિવારની સાપ્તાહિક રજા