Top Stories
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને થયો જંગી દંડ, જાણો શું કર્યા છે ગોટાળા...

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને થયો જંગી દંડ, જાણો શું કર્યા છે ગોટાળા...

ભારતીય રીઝર્વ બેંક દ્વારા સેન્ટ્રલ  બેંક ઓફ ઇન્ડિયાને ૧.૪૫ કરોડનો દંડ ફટકાર્યો છે. આ દંડ RBIએ કેમ ફટકાર્યો, એ બધાને જણાવવા તેમના દ્વારા નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.

આ નિવેદન અનુસાર RBI દ્વારા ‘લોન એન્ડ એડવાન્સેજ’ અને ‘કસ્ટમર પ્રોટેક્શન’ સાથે જોડાયેલી કોઈ બાબત પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.  RBI તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બેન્કની ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીની આર્થિક સ્થિતિનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. 

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

નિરીક્ષણ બાદ બેન્કને નોટીસ આપવામાં આવી અને બેંક દ્વારા તેનો જવાબ પણ આપવામાં આવ્યો. બેંકના જવાબને ધ્યાનમાં રાખ્યા બાદ પણ લાગ્યું કે બેંક જ દોષિત છે અને એને દંડ કરવો જ જોઈએ.

બેંક દ્વારા સબસીડીના રૂપમાં સરકાર તરફથી મળતી રકમના અવેજીમાં લોન આપેલી હતી. ઉપરાંત અનધિકૃત ઈલેક્ટ્રોનિક લેવડ દેવડના સંદર્ભે ગ્રાહકના ખાતામાં સમયસર પૈસા જમા કરી શકી ન હતી. આથી આ બાબતોને ધ્યાનમાં લઈને બેન્કને દંડ ફટકારવામાં આવ્યો હતો.