Top Stories
રામ મંદિર બનાવનારી કંપનીને પણ ના છોડી, RBIએ લાલઘૂમ થઈને 2.5 કરોડનો દંડ ફટકાર્યો

રામ મંદિર બનાવનારી કંપનીને પણ ના છોડી, RBIએ લાલઘૂમ થઈને 2.5 કરોડનો દંડ ફટકાર્યો

RBI: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ L&T ફાયનાન્સ લિમિટેડ સામે મોટી કાર્યવાહી કરી છે. નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ સંબંધિત અમુક નિયમોનું પાલન ન કરવા બદલ RBIએ L&T ફાઇનાન્સ લિમિટેડ પર રૂ. 2.5 કરોડનો નાણાકીય દંડ લગાવ્યો છે.

તે જ સમયે આ મામલામાં આરબીઆઈએ કહ્યું છે કે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરતા પહેલા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. પરંતુ અહેવાલ બહાર આવ્યા પછી એવું બહાર આવ્યું કે NBFC એ તેના છૂટક ઋણધારકોને લોન અરજી ફોર્મ/મંજૂરી પત્રમાં વિવિધ કેટેગરીના ઋણધારકો પાસેથી વિવિધ વ્યાજ દરો વસૂલવા માટે જોખમ વર્ગીકરણ અને વાજબીતા જાહેર કરી નથી.

ખાસ વાત એ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે NBFCએ તેમના ઋણધારકો પાસેથી લોનની મંજૂરી સમયે જણાવેલા દંડના વ્યાજ દર કરતા વધારે વ્યાજ વસૂલ્યું છે. ઉપરાંત તેણે તેના ગ્રાહકોને વ્યાજ દરમાં ફેરફાર વિશે કોઈ માહિતી આપી નથી. જેના કારણે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

નિવેદનમાં આરબીઆઈએ કહ્યું છે કે આ મામલે કંપનીને નોટિસ પણ આપવામાં આવી છે. નોટિસના જવાબમાં L&T ફાયનાન્સ લિમિટેડ તેનું સ્ટેન્ડ યોગ્ય રીતે રજૂ કરી શક્યું નથી. તેમજ તેના પર લાગેલા તમામ આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું હતું. આવી સ્થિતિમાં RBIએ L&T ફાયનાન્સ લિમિટેડ પર નાણાકીય દંડ લાદવાનો નિર્ણય કર્યો છે.

વિશ્વની ટોચની 5 બાંધકામ કંપનીઓમાં ગણાય છે

તમને જણાવી દઈએ કે L&Tનું પૂરું નામ મલારસેન એન્ડ ટુબ્રો છે. આ કંપની અયોધ્યામાં રામ મંદિર બનાવી રહી છે, જે 1000 વર્ષ સુધી કોઈ તોફાન, ભૂકંપ કે પૂરથી હલી પણ નહીં શકે. ખાસ વાત એ છે કે આ કંપનીએ ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટ પર પણ કામ કર્યું છે. આજે તેની ગણતરી વિશ્વની ટોપ-5 કન્સ્ટ્રક્શન કંપનીઓમાં થાય છે.

આ ક્ષેત્રોમાં પણ કામ કરે છે

L&T એ 80 વર્ષ જૂની ભારતીય બહુરાષ્ટ્રીય કંપની છે. તેનું મુખ્યાલય મુંબઈમાં છે. હાલમાં તે વિશ્વના 30 થી વધુ દેશોમાં નિર્માણ કાર્ય કરી રહી છે. એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ઉપરાંત, L&T ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ટેક્નોલોજી અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોમાં પણ કામ કરે છે.