Top Stories
RBI નો એક્શન મોડ : બેન્કોના લાયસન્સ કર્યા રદ

RBI નો એક્શન મોડ : બેન્કોના લાયસન્સ કર્યા રદ

નિયમોનું ઉલ્લંઘન કરનારી બેંકો પરત્વે RBI જાણે કે એક્શન મોડમાં આવી ગઈ હોય એમ લાગે છે. RBI ની નિયમાવલી અનુસાર કામ ન કરનારી બેંક પ્રત્યે RBI વધુ કડક બનતી જાય છે.

RBIના ધ્યાનમાં હાલમાં મુંબઈની એક કો ઓપરેટીવ બેંક આવી હતી, જેનું લાયસન્સ RBI એ રદ કરી દીધું હતું. આ બેન્કનું નામ The City Co-operative Bank છે. RBIએ આ સંદર્ભે બહાર પાડેલા આદેશમાં જણાવ્યું છે કે બેન્કને બેન્કિંગને લગતા તમામ કામ અટકાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

RBI ના નિવેદન અનુસાર આ બેંક સતત નિયમાવલીનો ભંગ કરતી હતી અને બેંક પાસે પૂરતા પ્રમાણમાં રકમ પણ નહોતી. RBI દ્વારા આ પહેલા ચેતવણી પણ આપવામાં આવી છતાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો.

બેન્કના આવા વલણને લીધે જ RBIએ બેન્કનું લાયસન્સ રદ કરી દીધું છે. બેન્કનું લાયસન્સ રદ થતા ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો નહી કરવો પડે એવું આશ્વાસન પણ RBIએ આપ્યું છે. જે ગ્રાહકોનું આ બેંકમાં ખાતું છે એ બધાને ૫ લાખ સુધીની રકમ પરત મળી જશે.