khissu

RBI એ બેંકોના નિયમોમાં કર્યો મોટો ફેરફાર: BOB માં KYC અપડેટ કઈ રીતે કરાવવુ? જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

છેલ્લા કેટલાક દિવસોથી દેશની ઘણી બેંકો SMS દ્વારા તેમના ગ્રાહકોને KYC (કેવાયસી) વિશેની માહિતી આપી રહી છે. જો તમને કોઈ SMS મળ્યો છે તો પહેલા તેની જાણકારી મેળવી લો, કારણ કે ફ્રોડ કરવા વાળા આ સમયનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને લોકોના બેંક ખાતામાં રહેલી રકમ ઉઠાવી રહ્યા છે. બેંકિંગ એક્સપર્ટ કહે છે કે ભૂલથી પણ કોઈ લિંક પર ક્લિક ન કરશો. KYC અપડેટ કરવા માટે ઇમેઇલ આયડી, મોબાઇલ નંબર અથવા બ્રાન્ચમાં જઈને જ ડોક્યુમેન્ટ જમા કરાવવા જોઈએ. KYC (Know Your Customer) અપડેટ માટે બીજી કોઈ પણ લિંક પર ક્લીક ન કરવું જોઈએ. બેન્ક ઓફ બરોડા (BOB) એ તાજેતરમાં જ બરોડા એમ કનેક્ટ પ્લસ (Baroda M Connect Plus) એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન દ્વારા ગ્રાહકો બેંકિંગ સુવિધાનો લાભ મેળવી શકશે. ગ્રાહકોને બેન્કિંગ સુવિધાનો લાભ ચોવીસ કલાક મળી રહે તે માટે આ ડિજિટલ શાખા શરૂ કરવામાં આવી છે. જેમની પાસે તકનીકી જ્ઞાન છે, તેઓ આ સેવાનો વધુ યોગ્ય રીતે ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર: BOB એ પોઝિટિવ પે સિસ્ટમ બહાર પાડી, આ પોઝિટિવ પે સિસ્ટમ શું છે? જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

બેંક ઓફ બરોડા એ પણ તેમના ગ્રાહકો ને KYC અપડેટ કરવા માટેની માહિતી આપી છે. બેંકની વેબસાઇટ માં આપેલી માહિતી અનુસાર ગ્રાહકોએ નવી KYC કરવા માટે બેંકમાં ડોક્યુમેન્ટ લઈને અથવા ઓનલાઇન કરવાની હોય છે. બેંકે જણાવ્યું છે કે કેવાયસી પૂરી નહિ હોય તો ભવિષ્યમાં કરવામાં આવતી લેવડ દેવડ અટકી શકે છે.

Bank Of Baroda માં KYC નાં ડોક્યુમેન્ટ અપડેટ કરવાની 3 સરળ રીતો:
૧) રજીસ્ટર ઇમેઇલ આઇડી:- ગ્રાહકો બેંકમાં રજીસ્ટર કરાવેલ ઇમેઇલ આઇડી દ્વારા પાન કાર્ડ, આધાર કાર્ડ અને પાન / ફોર્મ 60 ની પ્રમાણિત નકલ ને સ્કેન કરી ઇમેઇલ દ્વારા મોકલી શકે છે.

૨) રજીસ્ટર મોબાઈલ નંબર ની મદદથી:- જો ગ્રાહકની ઇમેઇલ આઇડી રજીસ્ટર નથી અને મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટર છે તો ગ્રાહક તેમના રજીસ્ટર મોબાઈલ નંબર વિશે જાણકારી આપીને ઇમેઇલ દ્વારા આધાર કાર્ડ અને પાન / ફોર્મ 60 ની ઝેરોક્ષ મોકલી શકે છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર: BOB નો નવો નિયમ ૧ જુનથી લાગુ, જાણો BOB એ પોતાના ક્યા નિયમમાં કર્યો મોટો ફેરફાર...

૩) બ્રાંચ માં જઈને ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો:- ગ્રાહક દ્વારા પોતાના ડોક્યુમેન્ટ જાતે જ બ્રાન્ચમાં જઈને આધાર કાર્ડ અને પાન / ફોર્મ 60 જમાં કરવી શકે છે.

KYC માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે?

  • સરનામાનાં પુરાવા તરીકે સ્વીકૃત દસ્તાવેજો
  • ચૂંટણી કાર્ડ
  • પાસપોર્ટ
  • ડ્રાઈવિંગ લાઈસન્સ
  • આધાર કાર્ડ
  • મનરેગા કાર્ડ
  • પાન કાર્ડ

BANK OF BARODA ની કોઈપણ બ્રાંચ માં કેવાયસી કરાવવા માટે ડોક્યુમેન્ટ નુ પૂરું લીસ્ટ નીચેની વેબસાઈટ પર મૂકેલ છે. https://www.bankofbaroda.in/writereaddata/Images/pdf/List-Of-Valid-KYC-Documents-For-Account-Opening-01-07-2019-hi-01-06-2020.pdf 

RBI એ જારી કર્યા KYC માટે નવા નિયમ:- RBI એ KYC અપડેટ કરાવવા માટે અમુક બદલાવ કર્યા છે. હવે KYC અપડેટ ન થવાના કારણે બેંકો 31 ડિસેમ્બર સુધી કોઈપણ ખાતાના ટ્રાન્જેક્શન રોકી શકશે નહિ, એટલે કે ગ્રાહકોને 31 ડિસેમ્બર 2021 સુધી KYC માં રાહત આપવામાં આવી છે.