ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યા છે આ સાથે આવનારી ભરતી વિશે અર્પણ જણાવ્યું. તેમજ નો-ડિટેન્શન પોલિસી પણ ખતમ કરી.
હાલમાં જ વિધાનસભામાં ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓ માટે નવી શિક્ષણ નીતિ રજુ કરી ઉપરાંત ભરતીઓ વિશે પણ જણાવ્યું. જે મુજબ આવનારા સમયમાં ૭,૦૧૦ શિક્ષકોની ભરતી કરાશે. આ ઉપરાંત ૯૭૦ અધ્યાપક સહાયકની તેમજ જૂનિયર ક્લાર્ક અને લેબ આસિસ્ટન્ટની પણ ભરતી કરાશે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે નો-ડિટેન્શન પોલિસીના કારણે શિક્ષણને નુકશાન થયું છે. જોકે નો-ડિટેન્શન પોલિસી ૨૦૦૯માં લાગુ કરવામાં આવી હતી. જે મુજબ ધોરણ ૯ સુધી વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા નહતાં. જેથી વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકતા ન હતાં. અધૂરું શિક્ષણ હોય તો પણ ૯ સુધી પહોચી જતાં. જોકે હવે આ પોલિસી ખતમ કરી શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો છે.
જોકે ગુજરાતને એક એજ્યુકેશનલ હબ બનાવવાનો સરકારનો લક્ષ્ય છે. જે મુજબ વિદ્યાર્થીઓને વર્લ્ડકલાસ એજ્યુકેશન આપીને શ્રેષ્ઠ બનાવવા પ્રયાસ કરી રહી છે. શિક્ષણમાં સુધાર લાવવા આ વર્ષે બજેટમાં સૌથી વધુ ૧૪.૪૧% જેટલી ૩૨,૭૧૯ કરોડની રકમ શિક્ષણ વિભાગને ફાળવી છે.
શિક્ષણમાં સુધાર લાવવા માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વર્લ્ડ કલાસ એજ્યુકેશન આપવા આગામી ૬ વર્ષમાં ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ' મિશન સ્કુલ ઓફ એક્સલન્સ' પ્રોજેકટ દ્વારા બદલવામાં આવશે.
આ ઉપરાંત દેશ-વિદેશના વિદ્યાર્થીઓને ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે 'સ્ટડી ઇન ગુજરાત' કેમ્પઈન અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ રાજ્યમાં અભ્યાસ કરવા આવે તેવું લક્ષ્ય રાખ્યું છે. ૨૦૨૦-૨૧માં 'શોધ' (Scheme of developing high qaulity research) માટે ૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.