હવામાન વિભાગની official website ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રવિવારના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમની સાથે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે જણાવી છે.
23 તારીખના રોજ ગોંડલમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે રાજકોટ નાં બીજા ભાગોમાં પણ બે ઇંચ વરસાદ પડતા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. સાથે કચ્છ, જામનગર, અમદાવાદ, મોરબી, ભાવનગર, બોટાદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
શું છે હવામાન વિભાગની નવી આગાહી?
1) રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે અતિભારે વરસાદની આગાહી.
2) નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રવિવારે રેડ એલર્ટ જાહેર
3) બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયા બાદ છેલ્લાં 24 કલાકમાં એક તાલુકામાં વરસાદ
4) 25 જુલાઇના રોજ સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, આણંદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ડાંગ, તાપી, જામનગર, દ્વારકા, મોરબી, કચ્છ, જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જણાવી છે.
5) જ્યારે 26 જુલાઇએ ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, તાપી, નર્મદા, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
6) 27 જુલાઇના રોજ નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ અને ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
7) 27 તારીખથી વરસાદનું જોર ગુજરાતમાં ઘટશે.
6) હવામાન વિભાગ ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી જણાવે છે.
7) બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગુજરાત નજીક પહોંચતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે મધ્ય ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી જણાવી છે.
1) અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદ લંબાયો છે પણ ચોમાસું સારું રહશે.
2) દક્ષિણ ગુજરાતની વરસાદી સિસ્ટમ હાલમાં ફંટાય છે.
3) 24-26 તારીખ દરમિયાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
4) દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થયા બાદ ઓમાન દેશ તરફ જતી રહે છે હવે ઓગસ્ટ મહિનાની શરૂઆત માં સાર્વત્રિક વરસાદ થશે.
5) ઉત્તર ગુજરાતમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે.
લો પ્રેશર સર્જાવાને કારણે આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. અમદાવાદ સહિત નવસારી, વલસાડ, સુરત, ડાંગ જેવા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે.