ખેડુતોમાં રાજીપો: કપાસનાં ભાવ ૧૮૦૦ ને પાર, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

ખેડુતોમાં રાજીપો: કપાસનાં ભાવ ૧૮૦૦ ને પાર, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

ગુજરાતના ખેડૂતો કપાસનાં ભાવ વધવાની રાહ જોઈને બેઠા હતા અને ભાવ ત્રણ દિવસ વધતા આજે વેચવાલી વધી હતી, જેની અસરે બજારમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. કપાસની બજારમાં આગામી દિવસોમાં સરેરાશ કપાસના ભાવ નીચા આવે તેવી પૂરી સંભાવાં દેખાય રહી છે.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૪૦થી ૪૫ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૨૦ થી ૧૭૧૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૩૦ થી ૧૭૧૦નાં હતાં.

આ પણ વાંચો: ડુંગળીનાં ભાવમાં સ્થિરતાનો માહોલ: જાણો આજનાં ડુંગળીનાં બજાર ભાવ

કડીમાં મહારાષ્ટ્રની ૪૦ ગાડી અને કાઠીયાવાડની ૧૨૫ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૬૦૦થી ૧૭૦૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૫૦ થી ૧૭૦૦નાં હતાં.

દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૪૩ લાખ ગાંસડીની થઈ હતી, જે ગઈકાલની તુલનાએ ૧૪ હજાર ગાંસડીનો વધારો બતાવે છે. ઉત્તર ભારતમાં ૨૦ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૩ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૫ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૩૫ હજાર ગાંસડી, કર્ણાટકમાં આઠ હજાર, આંધ્ર પ્રદેશમાં છ હજાર ગાંસડી, તેલંગણામાં ૧૩ હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં ત્રણ હજાર ગાંસડીની આવક થઈ હતી.

આ પણ વાંચો: કપાસ: 1750, મગફળી: 1400 ને પાર તો ડુંગળીના કેવા રહ્યા માર્કેટ યાર્ડમાં ભાવ ? જાણો આજની માર્કેટીંગ યાર્ડનાં ભાવ

તા.19/01/2023, ગુરૂવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16601751
અમરેલી13001749
સાવરકુંડલા16101760
જસદણ16001735
બોટાદ16411807
મહુવા14201688
ગોંડલ15011756
કાલાવડ16001778
જામજોધપુર16501745
ભાવનગર15501732
જામનગર15001780
બાબરા16751775
જેતપુર12001756
વાંકાનેર15251752
મોરબી16001750
રાજુલા15001750
હળવદ15511738
વિસાવદર16551761
તળાજા15501735
બગસરા15501770
જુનાગઢ13501717
ઉપલેટા16001725
માણાવદર16851780
ધોરાજી14411766
વિછીયા15701730
ભેંસાણ15001780
ધારી15001811
લાલપુર15711751
ખંભાળિયા15501768
ધ્રોલ14701716
પાલીતાણા15001720
સાયલા16801760
હારીજ16001745
ધનસૂરા15001660
વિસનગર14501720
વિજાપુર16001733
કુકરવાડા14701700
ગોજારીયા14201694
હિંમતનગર15401744
માણસા13511711
કડી16001733
મોડાસા14501625
પાટણ16201714
થરા16401680
તલોદ16001695
સિધ્ધપુર15501760
ડોળાસા15001740
ટિંટોઇ15011670
દીયોદર16001680
બેચરાજી15801701
ગઢડા16701751
ઢસા16501765
ધંધુકા17101791
વીરમગામ14511715
જાદર16801710
જોટાણા11501650
ચાણસ્મા15361697
ભીલડી12331500
ખેડબ્રહ્મા16501711
ઉનાવા14551738
શિહોરી15521695
ઇકબાલગઢ13001707
સતલાસણા15411696
આંબલિયાસણ14851665