ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં વધીને બે લાખ મણની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકડાઉનની અસરના લીધે લે-વેચ વધતાં સોમવારે કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધીને 150 ગાડી થઇ હતી. કપાસના ભાવ પણ વધ્યા હોવાથી થોડી લે-વેચ વધી છે. કડીમાં કાઠિયાવાડના કપાસની આવક કડીમાં 175 ગાડીની હતી. કડીમાં કપાસના ભાવ સોમવારે મહારાષ્ટ્રમાં રૂ.1160 થી 1250, સૌરાષ્ટ્રના કપાસના રૂ.1120 થી 1235 ભાવ બોલાતા હતા.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક 80 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1070 થી 1150 અને ઊંચામાં રૂ.1255 થી 1310 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂા15 સુધર્યા હતા.
આજના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1340 બોલાયો છે. અને ગુજરાતની 12 માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1300 અથવા 1300+ રહ્યો હતો.
સમગ્ર ગુજરાત ની વાત કરીએ તો ગઈ કાલે કપાસની કુલ આવક ગુણી 77550 થઈ હતી. અને આજે કપાસની આવક ગુણીમા 65075 રહી છે.
હવે જાણી લઈએ આજના (09/03/2021, મંગળવાર) કપાસ ભાવો.
રાજકોટ :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1285
અમરેલી :- નીચો ભાવ 870 ઉંચો ભાવ 1329
સાવરકુંડલા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1320
જસદણ :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1300
મહુવા :- નીચો ભાવ 905 ઉંચો ભાવ 1222
ગોંડલ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1271
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1260
જામજોધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1230
જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1275
બાબરા :- નીચો ભાવ 1027 ઉંચો ભાવ 1313
જેતપુર :- નીચો ભાવ 1121 ઉંચો ભાવ 1291
વાંકાનેર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1254
મોરબી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1286
હળવદ :- નીચો ભાવ 1101 ઉંચો ભાવ 1256
વિસાવદર :- નીચો ભાવ 870 ઉંચો ભાવ 1218
ઉપલેટા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1260
માણાવદર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1300
ધોરાજી :- નીચો ભાવ 906 ઉંચો ભાવ 1241
વિછીયા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300
ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1250
લાલપુર :- નીચો ભાવ 1035 ઉંચો ભાવ 1301
ધ્રોલ:- નીચો ભાવ 1018 ઉંચો ભાવ 1250
પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1180
હારીજ :- નીચો ભાવ 1020 ઉંચો ભાવ 1191
ધનસૂરા :- નીચો ભાવ 1090 ઉંચો ભાવ 1200
વિજાપુર :- નીચો ભાવ 1081 ઉંચો ભાવ 1310
કુકરવાડા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1296
ગોજારીયા :- નીચો ભાવ 1190 ઉંચો ભાવ 1257
હિંમતનગર:- નીચો ભાવ 1110 ઉંચો ભાવ 1250
માણસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1300
કડી :- નીચો ભાવ 1044 ઉંચો ભાવ 1276
થરા :- નીચો ભાવ 1180 ઉંચો ભાવ 1320
સિધ્ધપુર :- નીચો ભાવ 1180 ઉંચો ભાવ 1340
બેચરાજી :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1200
ગઢડા :- નીચો ભાવ 1095 ઉંચો ભાવ 1292
ઢસા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1218
કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1050
ધંધુકા :- નીચો ભાવ 1090 ઉંચો ભાવ 1314
વીરમગામ :- નીચો ભાવ 880 ઉંચો ભાવ 1146
ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1182
ઉનાવા :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ 1311
ઇકબાલગઢ :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1240
સતલાસણા :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1171
જ્યારે ખેડૂતો પાસે કપાસનો જથ્થો ખૂટી રહ્યો છે ત્યારે કપાસના ભાવ વધી રહ્યા છે જેથી ખેડૂતોને ઓછો ફાયદો નીવડશે અને બીજી બાજુ સંગ્રહ ખોરી વેપારી સંગઠનો આમનો લાભ ઉઠાવશે.