જીરૂની આ વર્ષની નવી સીઝનમાં જ તેજીનો માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં જીરૂની સારી કવોલીટીના બજાર ભાવ ૨૬૫૦ થી ૨૭૫૦ રૂપિયા સુધી બોલાય રહ્યાં છે અને એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ ઊંઝામાં જીરૂના ભાવ ૨૭૫૦ થી ૨૮૫૦ રૂપિયા સુધી ચાલી રહ્યા છે. સીઝન એક મહિના પહેલા શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં જીરૂની બજારમાં ભાવ ૨૦૦ થી ૩૦૦ રૂપિયા વધી ગયા છે.
રમઝાનના તહેવારો તા. ૧૨ મી એપ્રિલથી શરૂ થઇ રહ્યા છે અને આ વર્ષે સામાન્ય કરતાં રમઝાનના તહેવારો એક મહિનો વહેલા છે તેથી જીરૂની ઘરાકી જોવા મળી છે જેના કારણે બજારને ટેકો મળી રહ્યો છે તેની અસર જીરૂની નવી સીઝનમાં મણે ૨૦૦ થી ૩૦૦ રૂપિયાની તેજી જોવા મળી છે. હવે ૧૨ મી એપ્રિલ પછી મુસ્લિમ દેશોમાં રમઝાનના તહેવારો શરૂ થતાં તે દેશોની લેવાલી સાવ ઠપ્પ થઈ જશે. અમેરિકા, યુરોપ અને ચીનની ઘરાકી રમઝાનના તહેવારો પછી પણ ચાલુ રહેશે પણ હાલ પાકિસ્તાન, બાંગ્લાદેશ, આરબ દેશો અને દુબઈ જેવા દેશોની જીરૂની માગ છે તેવી માગ તા. ૧૫ મી એપ્રિલ પછી નહીં જોવા મળે તેથી જીરૂના બજાર ભાવમાં ૧૫ તારીખ પછી ઘટાડો જોવા મળી શકે છે.
ગુજરાત અને અનેક રાજ્યોમાં કોરોનાના કારણે લોકડાઉન અને કર્ફયુ લાગશે તો હોટલ - રેસ્ટોરન્ટમાં ખાણી - પીણીની ચીજોની ડીમાન્ડ ઘટશે તેની સીધી અસર માગ પર જોવા મળશે આથી જીરૂના ભાવ તા. ૧૫ મી એપ્રિલ પછી ઘટવાની શક્યતાઓ છે. આથી જીરૂના ખેડૂતોને હાલ સારા ભાવ મળી રહ્યા છે તેથી વેચીને રોકડી કરી લેવી જોઇએ.
માર્કેટ યાર્ડોમાં માર્ચ એન્ડિંગ રજા પહેલાના તા. ૨૪/૦૩/૨૦૨૧, બુધવારના જીરૂના બજાર ભાવની વાત કરીએ તો જીરૂનો સૌથી ઉંચો ભાવ થરાદમાં રૂપિયા ૩૧૦૦ જોવા મળ્યો હતો.
માર્કેટ યાર્ડોમાં માર્ચ એન્ડિંગ રજા પહેલાના (તા.૨૪/૦૩/૨૦૨૧, બુધવારના) જીરૂના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતાં.
ગોંડલ :- નીચો ભાવ 2101 ઉંચો ભાવ 2711
અમરેલી :- નીચો ભાવ 1400 ઉંચો ભાવ 2835
જામજોધપુર :- નીચો ભાવ 2350 ઉંચો ભાવ 2751
મહુવા :- નીચો ભાવ 1401 ઉંચો ભાવ 2285
જુનાગઢ :- નીચો ભાવ 2200 ઉંચો ભાવ 2645
સાવરકુંડલા:- નીચો ભાવ 1980 ઉંચો ભાવ 2700
તળાજા :- નીચો ભાવ 2245 ઉંચો ભાવ 2246
બાબરા :- નીચો ભાવ 2070 ઉંચો ભાવ 2680
ધોરાજી :- નીચો ભાવ 2206 ઉંચો ભાવ 2526
પોરબંદર :- નીચો ભાવ 2200 ઉંચો ભાવ 2560
ભાવનગર :- નીચો ભાવ 2100 ઉંચો ભાવ 2600
માંડલ :- નીચો ભાવ 2251 ઉંચો ભાવ 2741
ભચાઉ :- નીચો ભાવ 2100 ઉંચો ભાવ 2601
હળવદ :- નીચો ભાવ 2251 ઉંચો ભાવ 2702
હારીજ :- નીચો ભાવ 2350 ઉંચો ભાવ 2870
પાટણ :- નીચો ભાવ 1950 ઉંચો ભાવ 2721
ધાનેરા :- નીચો ભાવ 2051 ઉંચો ભાવ 2663
મહેસાણા :- નીચો ભાવ 2300 ઉંચો ભાવ 2525
થરા :- નીચો ભાવ 2375 ઉંચો ભાવ 3001
રાધનપુર :- નીચો ભાવ 2100 ઉંચો ભાવ 2750
પાલનપુર :- નીચો ભાવ 2450 ઉંચો ભાવ 2451
સિધ્ધપુર :- નીચો ભાવ 2250 ઉંચો ભાવ 2615
બેચરાજી :- નીચો ભાવ 2320 ઉંચો ભાવ 2609
સાણંદ :- નીચો ભાવ 2151 ઉંચો ભાવ 2320
કપડવંજ :- નીચો ભાવ 2200 ઉંચો ભાવ 2600
થરાદ :- નીચો ભાવ 2300 ઉંચો ભાવ 3100
વીરમગામ :- નીચો ભાવ 2275 ઉંચો ભાવ 2781
વાવ :- નીચો ભાવ 1850 ઉંચો ભાવ 3001
સમી :- નીચો ભાવ 2500 ઉંચો ભાવ 2825
આ જીરૂના બજાર ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા What's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.