Top Stories
khissu

સૌરાષ્ટ્ર-કચ્છ- દક્ષીણ-ઉત્તર-મધ્ય ગુજરાતમાં આગમી ૪ દિવસ સુધી શું છે આગાહી?

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો છે. પારડી તાલુકામાં 3 કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

જોકે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નથી થયો. હજી પણ સૌરાષ્ટ્ર રિજનમાં ૫૧ ટકા અને ગુજરાત રિજનમાં ૪૯ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી વરસાદ આગાહી જણાવી તે મુજબ 19 તારીખે દક્ષીણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આગાહી છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં પણ સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, આણંદ, દાહોદ, મહિસાગરમા વરસાદ આગાહી જણાવી છે. જ્યારે 20 તારીખે પણ મધ્યમ વરસાદ થવાની શક્યતા જણાવી છે. આ વરસાદ રાઉન્ડ 22 તારીખ સુધી જોવા મળી શકે છે.

બંગાળની ખાડીમાં સક્રિય બનેલ લો-પ્રેશર હાલમાં નબળું પડી ચૂક્યું છે. જોકે મધ્ય પ્રદેશ સુધી આ લો-પ્રેશર આવતાં તેમના ટ્રફ પર ભેજ વાળા પવન જવાને કારણે વરસાદ પડી રહ્યો છે. આગમી 22-23 તારીખ સુધી આ વરસાદ ચાલુ રહી શકે છે. પશ્વિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શકયતાં ઓછી જણાઈ રહી છે. પરંતુ તેમાં પણ હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે.

અમારી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં આગાહી: 18-19 તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર વરસાદ નોંધાયો છે. આજે અને આવનારા બે દિવસ સુધી હજી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં ઝાપટાં સ્વરૂપે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. એટલે કે ઉત્તર અને મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધારે છે. બાકીના પશ્વિમ ભાગો ( દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી જેવા) વિસ્તારોમાં વરસાદ શકયતાં હાલ ઓછી જણાઈ રહી છે. જો ચાર્ટ સુધરે તો 20 તારીખ પછી સારા ઝાપટાં સ્વરૂપે ત્યાં પણ વરસાદ નોંધાય શકે છે.

કચ્છ અને ઉત્તર ગુજરાત: આ બંને વિસ્તારોમાં પણ વરસાદની માત્રામાં ઘટાડો જોવા મળશે. જોકે હજી ઉત્તર ગુજરાતમાં શક્યાં થોડી વધી શકે છે. પરંતુ કચ્છમાં સારાં વરસાદનાં સંજોગો જણાતાં નથી. જોકે ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે.

દક્ષિણ ગુજરાતમાં: આ ચોમાસાની શરૂઆત પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ ખૂબ જ ઓછી નોંધાઈ છે. હાલ ત્ત્યાં સારો વરસાદ છે અને હજી પણ આવનારા દિવસોમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જોકે છેલ્લા બે દિવસથી ત્યાં સારો વરસાદ પડે છે અને હજી આવનારા દિવસોમાં પણ ત્યાં વરસાદ ચાલુ રહશે.

મધ્ય ગુજરાતમાં: અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે. જોકે દક્ષિણ ગુજરાત કરતા વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર કરતા ત્યાં સારો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટો છવાયો અલગ અલગ દિવસે વરસાદ ચાલુ રહશે.

ખાસ નોંધ: અહીં ખેડૂત ભાઈઓને ખાસ જણાવવાનું કે સિસ્ટમ આધારિત ઘણા ફેરફારો જોવા મળી શકે છે. વરસાદની official માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું. કુદરતી પરિબળોને કારણે આગાહીમાં ફેરફાર થઈ શકે.