તારીખ નોંધી રાખજો, આ જિલ્લાનો દાટ વળી જશે, જાણો અંબાલાલ પટેલની આગાહી

તારીખ નોંધી રાખજો, આ જિલ્લાનો દાટ વળી જશે, જાણો અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 12 કલાકમા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવશે. જેમાં મહેસાણા, બેચરાજીના સાબરકાંઠાના ભાગે ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદી આગાહી છે. આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે.

અંબાલાલ પટેલે આગાહી કરી કે, 16 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.  

અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમા ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

તેમણે આગાહી કરી કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી 48 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે ક્યાંક રેડ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ બે દિવસ બાદ સિસ્ટમ નબળી થતાં રાજ્યમાં હળવો વરસાદની માહોલ રહેશે.  

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજ્યના બીજા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધી ગુજરાતમાં 506 mm વરસાદ સામે 534 mmવરસાદ પડ્યો છે. ગુજરાતમાં 6 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હાલ આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત જણાઈ રહી છે. અમદાવાદના શહેરી વિસ્તારમાં વરસાદ પડવાની કોઈ આગાહી નથી. શહેરમાં વરસાદ પડે તેવી સિસ્ટમ સક્રિય ન થતા અમદાવાદમાં વરસાદ નહી. બીજી બાજુ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે