Top Stories
SBI એ તેના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા આપી ચેતવણી, પૈસા ઉપડતા સમયે ન કરતા આ ભૂલ

SBI એ તેના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા આપી ચેતવણી, પૈસા ઉપડતા સમયે ન કરતા આ ભૂલ

SBI ATM રોકડ વ્યવહાર નિયમો: SBI તેના ગ્રાહકોને સમયસર ચેતવણી આપતી રહે છે. હકીકતમાં, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને લઈને છેતરપિંડીના કિસ્સાઓ આવતા રહે છે. આવી સ્થિતિમાં SBIએ તેના ગ્રાહકોને ATM સંબંધિત જરૂરી માહિતી આપી છે. બેંકે કહ્યું કે જો તમે ATMમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તમારે ત્યાં તમારો OTP દાખલ કરવો પડશે. જો તમે આવું ન કરો તો તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.

શું છે નિયમ?
વાસ્તવમાં, SBI એ ATM વ્યવહારોને છેતરપિંડીથી વધુ સુરક્ષિત બનાવવા માટે 1 જાન્યુઆરી, 2022 ના રોજ નાણાકીય વ્યવહારોને OTP આધારિત શરૂ કરવાનો નિયમ જાહેર કર્યો હતો. ATM કાર્ડની છેતરપિંડીથી બચવા માટે, SBI તેના ગ્રાહકોને OTP આધારિત ATMમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે. આ સુવિધાને કારણે જ્યારે પણ ગ્રાહકો પૈસા ઉપાડશે ત્યારે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે. જે તમારા નણાકીય વ્યવહારોને સુરક્ષિત કરશે.

છેતરપિંડી કરનારાઓ સામે vaccination
OTP દ્વારા, તમે દર વખતે બેંકમાંથી 10,000 રૂપિયા અથવા તેનાથી વધુ પૈસા ઉપાડી શકો છો. આ અંગે SBIએ ટ્વિટ કર્યું કે, 'SBI ATM પરના વ્યવહારો માટે અમારી OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ છેતરપિંડી કરનારાઓ સામે vaccination છે. છેતરપિંડીથી તમારું રક્ષણ કરવું એ હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા રહેશે.”

OTP આધારિત વ્યવહાર કેવી રીતે કાર્ય કરશે?
- સૌ પ્રથમ, રજિસ્ટર નંબર પર ગ્રાહકોને OTP મોકલવામાં આવશે.
- ગ્રાહકો આ OTP દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકે છે.
- OTP 4 અંકનો નંબર હશે, જેનાથી તમે એકવાર ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
- આ ગ્રાહક કાર્ડ ધારકોને અનધિકૃત ATM રોકડ ઉપાડથી બચાવશે.