એક-એક રૂપિયા જોડીને બચત કરીને જમા કરેલી રકમ લાગી જાય છે. બધા જ ઈચ્છે છે કે તે પોતાની ઇન્કમનો ભાગ સુરક્ષિત સ્કીમમાં ઇન્વેસ્ટ કરે, જેનાથી જ્યારે સમય આવે ત્યારે સારું રિટર્ન મળે. જોકે, ભારતમાં અત્યારે મોટાભાગના લોકો ફિક્સ ડિપોઝીટ (FD) કે પછી રિકરીંગ ડિપોઝિટ (RD)માં પૈસા જમા કરે છે. આ બંને ઇન્વેસ્ટ સુરક્ષિત રિટર્નની ગેરંટી આપે છે.
ભારતની સૌથી મોટી બેન્ક 'સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા' પાસે તમારા પૈસા સુરક્ષિત ઇન્વેસ્ટ કરવા માટે ઘણી સ્કીમો છે. અહીં આપે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ની એન્યુટી ડિપોઝિટ સ્કીમ (SBI Annuity Deposit Scheme) વિશે જાણીશું. એવામાં જો તમે હાલમાં ઈન્વેસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારી માટે ખૂબ જ જરૂરી છે.
SBI એન્યુટી ડિપોઝિટ સ્કીમ તેવા લોકો માટે ખૂબ ફાયદામંદ છે, જે રિટાયરમેન્ટ બાદ દર મહિને ફિક્સ ઇન્કમ ઈચ્છે છે. આ સ્કીમ હેઠળ તમે પૈસાનું ઇન્વેસ્ટ કરીને દર મહિને એક ગેરંટીડ ઇન્કમ મેળવી શકો છો. હકીકતમાં SBI ની સ્કીમમાં તમે એક સાથે પૈસા જમા કરાવવા પડશે. ઇન્વેસ્ટ બાદ બેન્ક તમારી જમા કરેલી રકમ મુળી સાથે વ્યાજ પણ આપે છે. સૌથી મોટી વાત એ છે કે આ સ્કીમ હેઠળ FD બરાબર વ્યાજ આપે છે અને વ્યાજનું એકાઉન્ટમાં રહેલા બેલેન્સ પર દર ક્વાર્ટરમાં વ્યાજની ગણતરી કરવામાં આવે છે.
1000 રૂપિયાથી શરૂ કરી શકો છો ઇન્વેસ્ટ
SBI ની આ સ્કીમ હેઠળ તમે મિનિમમ 1000 રૂપિયાથી પણ શરૂ કરી શકો છો. ત્યારે મેક્સિમમ ઇન્વેસ્ટની કોઈ લિમિટ નથી. આ સ્કીમમાં 36, 60, 84 કે 120 મહિનાની સમય મર્યાદા એક સાથે ઇન્વેસ્ટ કરી શકો છો. એન્યુટીની રકમ જમા થયાના બીજા મહિને નક્કી કરેલી તારીખથી થવા લાગે છે. આ સિવાય આ સ્કીમમાં એન્યુટીની બચેલી રકમના 75 % સુધી લોન મળી શકે છે.