Top Stories
SBI બેંકની 5 સુપરહિટ સ્કીમ, 400 દિવસની FD પર આકર્ષક વ્યાજદર, અહીં જાણો લેટેસ્ટ રેટ

SBI બેંકની 5 સુપરહિટ સ્કીમ, 400 દિવસની FD પર આકર્ષક વ્યાજદર, અહીં જાણો લેટેસ્ટ રેટ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ અમૃત દ્રષ્ટિ નામની નવી ફિક્સ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. SBIની મોટાભાગની વિશેષ FD બચત યોજનાઓ ઘરેલું અને NRI ગ્રાહકોને આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે. અગાઉ SBI બેંકે SBI અમૃત કલશ અને SBI WeCare જેવી યોજનાઓ શરૂ કરી હતી. SBI અમૃત કલશ યોજના તમામ નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો માટે છે, જ્યારે SBI WeCare ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે છે.

SBI અમૃત કલશ

SBIની અમૃત કલશ યોજના 400 દિવસની છે.  તે સામાન્ય નાગરિકો માટે વાર્ષિક 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.60 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરે છે. આ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. SBIની વેબસાઈટ અનુસાર, આ વ્યાજ દરો 12 એપ્રિલ, 2023થી લાગુ થશે.

SBI WeCare

SBI WeCare યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે બનાવવામાં આવી છે. તે નિયમિત વ્યાજ દરો પર વધારાના 50 બેસિસ પોઈન્ટ્સ (bps) વ્યાજ ઓફર કરે છે. આ યોજના નવી થાપણો અને નવીકરણ બંને માટે ઉપલબ્ધ છે અને તે 30 સપ્ટેમ્બર સુધી માન્ય છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

SBI અમૃત વૃષ્ટિ યોજના

SBI અમૃત દ્રષ્ટિ યોજના 444 દિવસ માટે છે.  તેના પર 7.25 ટકા વ્યાજ મળી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકોને તેમાં 0.50 ટકા વધારાનું વ્યાજ મળી રહ્યું છે. રોકાણકારો આ જમા રકમ પર લોન પણ લઈ શકે છે. આ યોજનાની અંતિમ તારીખ 31 માર્ચ 2025 છે.

SBI સર્વોત્તમ યોજના

SBI સર્વોત્તમ યોજના એવા રોકાણકારો માટે છે જેઓ મોટી રકમ જમા કરે છે. તે નિયમિત ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ વ્યાજ દર આપી રહ્યું છે. 2 વર્ષના સમયગાળા માટે વ્યાજ દર 7.4 ટકા છે, જ્યારે 1 વર્ષ માટે તે 7.10 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને વધારાના 0.50 ટકા વ્યાજ આપવામાં આવે છે. શ્રેષ્ઠ (નોન-કોલેબલ) વિકલ્પ રૂ. 1 કરોડથી રૂ. 3 કરોડની થાપણો માટે છે.

SBI ગ્રીન રૂપી ટર્મ ડિપોઝિટ

ઇકો-ફ્રેન્ડલી પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે SBI એ ગ્રીન રુપી ટર્મ ડિપોઝિટ સ્કીમ પણ શરૂ કરી છે. તે 1111 અથવા 1777 દિવસ માટે 6.65 ટકા અને 2222 દિવસ માટે 6.40 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. વરિષ્ઠ નાગરિકો થાપણો પર 7.40 ટકા સુધી વ્યાજ મેળવી શકે છે. આ સ્કીમમાં રોકાણ કરવાની કોઈ છેલ્લી તારીખ નથી.