khissu.com@gmail.com

Top Stories
khissu

SBI એ બંધ કરી આ ધાંસુ સ્કીમ, હવે લોકોને નહીં મળે 20 હજાર રૂપિયા

કોવિડ-19ના રોગચાળા દરમિયાન SBI એ એક અગત્યનો નિર્ણય લીધો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા તેમના કર્મચારીઓ માટે એક યોજના શરૂ કરાયેલી હતી. જેનું નામ હતું સ્પેશિયલ સપોર્ટ સ્કીમ. જે થકી SBI કોરોના પોઝિટિવ કર્મચારીઓને 20,000 રૂપિયાની આર્થિક સહાય આપી રહી હતી. ઉલ્લેખનીય છે કે આ યોજના 31 માર્ચ 2022 સુધી કાર્યરત રહેવાની હતી પરંતુ હવે આ યોજના SBI એ પાછી ખેંચી લીધી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા રૂ.20,000 ની નાણાકીય મદદ અચાનક પાછી ખેંચાવા પર 'ઈકોનોમિક ટાઈમ્સ' એ પોતાનો અહેવાલ રજૂ કર્યો. તેઓ જણાવે છે કે સ્ટેટ બેંકે સમયમર્યાદા પહેલા જ સ્પેશિયલ સપોર્ટ સ્કીમ બંધ કરી દીધી છે. SBI ને પૂરો વિશ્વાસ છે કે વહીવટીતંત્ર કોરોનાની આ લહેરને નિયંત્રિત કરવામાં સક્ષમ હશે અને તેના ગયા વર્ષ જેવા ખતરનાક પરિણામો નહીં આવે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના આ નિર્ણયથી કર્મચારીઓ નારાજ થયા છે. ખાસ કરીને ફ્રન્ટલાઈન કામદારોમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે આ યોજના 3 મહિના અગાઉ જ બંધ કરી દેવામાં આવી છે. SBI એ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ વિશેષ યોજનાની અવધિ વધારીને 31 માર્ચ 2022 કરી હતી. પરંતુ 1 જાન્યુઆરી 2022થી આ સ્પેશિયલ સપોર્ટ સ્કીમ બેંકે સમાપ્ત કરી હતી.

ફ્રન્ટલાઈન કર્મચારીનુ કહેવું છે કે, કોરોનાના વધી રહેલાં કેસોથી સ્ટેટ બેંકના ઘણા કર્મચારીઓ સંક્રમિત થયા છે. આવા સમયમાં સ્પેશિયલ સ્કીમ પાછી ખેંચવાના નિર્ણયથી બેંક કર્મચારીઓની નારાજગી સામે આવી છે. જો કે, 13 જાન્યુઆરીના રોજ, બેંકે એક વચગાળાના નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પેશિયલ સપોર્ટ સ્કીમ 2020 બંધ કરવામાં આવી રહી છે.

યોજના બંધ કરવાનું કારણ
દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્રનો દાવો છે કે જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહમાં પોઝિટિવ કેસોની સંખ્યા ટોચ પર જોવા મળી શકે છે. બીજી તરફ, સ્ટેટ બેંક એવું માને છે કે ત્રીજી લહેરનો ખતરો બીજી લહેર જેટલો થશે નહીં કારણ કે SBIનાં મોટાભાગના કર્મચારીઓએ કોવિડની રસી લીધી છે.

આ ઉપરાંત બેંકે એ પણ જણાવ્યું છે કે છેલ્લી વખતની જેમ સારવારમાં કોઈ મુશ્કેલી નહીં આવે, કારણ કે હોસ્પિટલોમાં હવે કોવિડ સ્પેશિયલ બેડ અને ઓક્સિજનની ઉપલબ્ધતા પૂરતી છે. તેના કર્મચારીઓને સારી સારવાર આપવા માટે SBIએ કેટલીક હોસ્પિટલો સાથે જોડાણ કર્યું છે તથા ક્વોરેન્ટાઇન માટે હોટલ સાથે કરાર થયો છે, સ્ટાફ માટે વિશેષ રજાની જોગવાઈ કરવામાં આવી છે અને રિકવરી માટે પણ વિશેષ વ્યવસ્થાઓ SBI દ્વારા કરવામાં આવી છે.