દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ તેના ગ્રાહકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. SBIની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નવા વ્યાજ દર 14 જૂન, 2022થી લાગુ થશે. બેંકે તેની રૂ. 2 કરોડથી ઓછી ફિક્સ ડિપોઝીટ પરના વ્યાજ દરોને 211 દિવસથી 3 વર્ષ સુધી બદલ્યા છે. સ્ટેટ બેંક (SBI) તેના વરિષ્ઠ નાગરિકોને પણ આ લાભ આપવા જઈ રહી છે.
લેટેસ્ટ રેટ
SBIની સત્તાવાર વેબસાઈટ અનુસાર, 211 દિવસથી લઈને 1 વર્ષથી ઓછા સમયગાળાની FD પરના ગ્રાહકોને હવે 4.40 ટકાની સામે 4.60 ટકા વ્યાજ મળશે. 1 વર્ષથી 2 વર્ષથી ઓછી એફડી પર 5.10 ટકાના બદલે 5.30 ટકા અને 2થી 3 વર્ષથી ઓછી એફડી પર 5.20ની જગ્યાએ 5.35 ટકા વ્યાજ મળશે.
વરિષ્ઠ નાગરિકોને લાભ
SBI એ કહ્યું કે, બેંકના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને પણ આનો લાભ મળવાનો છે. 211 દિવસથી લઈને 1 વર્ષથી ઓછા સમયગાળાની FD પર, ગ્રાહકોને હવે 4.90 ટકાની સામે 5.10 ટકા વ્યાજ મળશે. 1 વર્ષથી 2 વર્ષથી ઓછી એફડી પર 5.60 ટકાને બદલે 5.80 ટકા અને 2 થી 3 વર્ષથી ઓછીની એફડી પર 5.70ની જગ્યાએ 5.85 ટકા વ્યાજ મળશે.
વરિષ્ઠ નાગરિકોને પણ આ લાભ મળે છે
SBI તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકો માટે ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ "SBI Wecare" પણ ચલાવે છે, જેમાં તેઓને પાંચ વર્ષથી 10 વર્ષ સુધીની FD પર વધારાનું 0.30 ટકા વ્યાજ મળે છે.