સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)માં ખાતું ધરાવતા ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. જો તમારું પણ SBIમાં ખાતું છે, તો તમને બેંક દ્વારા ઘણી વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે, પરંતુ આજે અમે તમને બેંકની એક એવી સુવિધા વિશે જણાવીશું, જેમાં તમને ઘરે બેઠા જ રોકડના રૂપમાં 20,000 રૂપિયા મળશે.
20,000 સુધી રોકડ ઘરે મંગાવી શકો છો
તમને જણાવી દઈએ કે કોરોનાના સમયગાળા દરમિયાન, બેંકોએ ગ્રાહકોની સુવિધા માટે ઘણી વિશેષ સેવાઓ શરૂ કરી હતી, જેથી તેઓ તેમના બેંકિંગ કામ ઘરે બેઠા કરી શકે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ સેવા શરૂ કરી છે, જેમાં તમે ઘરે બેઠા 20,000 રૂપિયાની રોકડ રકમ મેળવી શકો છો.
તમે ઓછામાં ઓછા 1000 રૂપિયા મંગાવી શકો છો
SBI ડોરસ્ટેપ બેંકિંગ સુવિધામાં તમે ઘરે બેસીને ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 20,000 રૂપિયા મંગાવી શકો છો. રોકડ ઉપાડની સુવિધા માટે તમારી પાસે તમારા ખાતામાં પૂરતું બેલેન્સ હોવું આવશ્યક છે. જો નહીં હોય તો તમારું ટ્રાન્ઝેક્શન રદ કરવામાં આવશે.
પહેલા હોમ બ્રાન્ચમાં ખાતું ખોલાવવાનું રહેશે
આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકે પહેલા તેની હોમ બ્રાન્ચમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી જ તમે આ સુવિધાનો લાભ લઈ શકશો. આ ઉપરાંત પૈસા ઉપાડવા માટે ચેક અને withdrawal formની સાથે પાસબુકની પણ જરૂર પડશે.