ભારતની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકો માટે WhatsApp પર બેંકિંગ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશમાં વધી રહેલા ડિજિટાઇઝેશનના આ યુગમાં બેંકિંગ સેક્ટરમાં પણ ઘણા મોટા ફેરફારો આવ્યા છે. આજકાલ મોટાભાગની બેંકો તેમના ગ્રાહકોને ડિજિટલ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરી રહી છે. SBI ઉપરાંત HDFC બેંકે પણ તેના ગ્રાહકોને WhatsApp બેંકિંગ સુવિધા આપવાનું શરૂ કર્યું છે.
સૌપ્રથમ કરો રજિસ્ટ્રેશન
તમને જણાવી દઈએ કે જો SBI ના ગ્રાહકો બેંકની આ WhatsApp બેંકિંગ સેવાઓનો લાભ લેવા માંગે છે, તો તેઓએ પહેલા તેના માટે નોંધણી કરાવવી પડશે. આ માટે, તમે આ નંબર પર WAREG ટેક્સ્ટ સાથે તમારો એકાઉન્ટ નંબર 7208933148 મોકલો. ધ્યાન રાખો કે મેસેજ ફક્ત રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ મોકલો.
આ રીતે WhatsApp માટે કરો રજિસ્ટ્રેશન-
આ પછી તમારા મોબાઈલ પર SBI નંબર 90226 90226 પરથી WhatsApp મેસેજ આવશે. આ નંબર પર તમે Hi લખીને જવાબ આપો. આ પછી, તમારી સામે WhatsApp સેવાઓનો વિકલ્પ દેખાશે. આ દ્વારા, તમે બેંક બેલેન્સ ચેક, મિની સ્ટેટમેન્ટ વગેરે જેવા ઘણા વિકલ્પો જોશો.
SBI ગ્રાહકોને મળશે આ WhatsApp સેવાઓ-
1. ક્રેડિટ કાર્ડ બેલેન્સ ચેક
2. ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ
3. ક્રેડિટ કાર્ડ લેણાં
4. એકાઉન્ટ બેલેન્સ ચેક
5. મિની સ્ટેટમેન્ટ બનાવવું