આજકાલ અમેરીકન સ્વીટ કોર્ન (મીઠી મકાઇ) ની બહુજ ડીમાંડ છે. પાર્ટી અને લગ્નમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવામા આવે છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધાજ સ્વીટ કોર્ન શેકેલી કેબાફેલી મકાઈ શોખથી ખાય છે. મીઠી મકાઈનો પાક ૮૦ દિવસમાં તૈયાર થઇ જાય છે અને વળતર પણ સારુ મળેછે. તેની સંપૂર્ણ માહિતી અહી આપવામાંઆવેલ છે.
જમીન
ગોરાડુથી મધ્યમ કાળી જમીન પાકનેમાફક આવે છે
પંચમહાલ,દાહોદ,મહિસાગર,વડોદરા,સાબરકાંઠા,અરવલ્લી, બનાસકાંઠા, નર્મદા, ખેડા, છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રના અમુક જીલ્લાઓમાં આ મકાઈનું વધારે વાવેતર થાય છે.
જાતો
માધુરી
વીનઓરેન્જ સ્વીટકોન પ્રચલિત જાતો છેઅનેસારૂ ઉત્પાદન આપે છે.
હાલમાં માર્કેટ માં પ્રાઈવેટ કંપનીની ઘણી બધી સારી જતો પણ ઉપલબ્ધ છેતો તેનું પણ વાવેતર કરી શકાય
વાવેતર પદ્ધતિ
વાવતેર અંતર અનેબીજનો દર બેહાર વચ્ચેનુંઅંતર ૬૦ સે.મી. તથા બેછોડ વચ્ચે ૨૫ સે.મી. અને હેકટરે ૧૫ કિલો બિયારણની જરૂરિયાત રહે છે.
બિયારણની માવજત
વાવતાં પહેલાં એક કિલો બીજ માટે૩ ગ્રામ કાર્બેન્ડાજીમ દવાનો પટ આપ્યા પછી ૨૪ ક્લાક બાદ ૧૦ કિલો બીજ માટેપ૦૦ ગ્રામ એઝેટોબેકટર/એઝોપોસ્પાઈરીલમ કલ્ચરનો પટ આપવો. એટલા જ જથ્થામાં ફોસ્ફોબેકટર કલ્યરનો પટ પણ આપવો.
રાસાયણીક અને દેશી ખાતર
૧૨૦ : ૬૦ : ૦૦ ના:ફો:પો./ હે,
૧૦ થી ૧ર ટ્રેકટર છાણિયુખાતર તથા ૧ ટન દિવેલીનો ખોળ પ્રતિ હેકટરે વાવણી પહેલા ૧૫ દિવસ પહેલા આપવો.
પાયાનું ખાતર ૧૦% યુરિયા (૨૧ કિલો યુરિયા) અને૧૩૦ કિલો ડીએપી આપવું.
ચાર પાનની અવસ્થાએ રO% યુરિયા, (૪૨ કિલો યુરિયા),
આઠ પાન અવસ્થાએ ૩૦% (૬૩ કિલો યુરિયા),
ચમરી અવસ્થાએ ૩૦% (૬૩ કિલો યુરિયા)
દૂધિયા દાણા વખતે ૧૦% યુરિયા (૨૧ કિલો યુરિયા) આપવું.
નીંદામણ અને આાંતરખેડ
એટ્રાજીન ર કિલો/હે. પ૦૦ લિટર પાણીમાં વાવ્યા પછી પરંતુછોડના ઉગતા પહેલા ઉધા પગેછટકાવ કરવો તેમજ ૪૦ દિવસેપાળા ચઢાવવા અને ત્યારબાદ આંતરખેડ કરવી.
કાપણી
મીઠી મકાઈના લીલા ડોડા સામાન્ય રીતે ચોમાસામાં વાવેતર બાદ ૭૦ દિવસેતથા શિયાળામાં૮૦ દિવસેબજારમાં વેચવા માટેતૈયાર થઈ જાય છે.
ડોડા ઉપરની મૂછનો કલર ભૂખરાથી કાળાશ પડતો થઈ જાય એટલેસમજવું કેલીલા ડોડા તૈયાર થઈ ગયા છે.