khissu

ભારતમાં કોરોનાની બીજી લહેર બેકાબુ: ભારતમાં ક્યાં કારણોસર કોરોના કેસોમાં વધારો થયો?

ભારતમાં કોરોના ની બીજી લહેર પહેલા કરતા વધુ ખતરનાક સાબિત થઈ છે અને ભારતમાં કોરોના હવે બેકાબુ બની ગયો છે. રવિવારે ભારતમાં  2.73 લાખથી વધુ કેસો સામે આવ્યા હતા. ત્રણ મહિના પાછળ જઈએ તો લગભગ કોરોના વાઇરસ ને કંટ્રોલ કરી લીધો હતો. મુખ્ય તો સોશીયલ મીડીયા પર આવેલા સમાચાર ચિંતામાં વધારો કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે ત્રણ મહિનાની અંદર વળી એવું તે શું થયું કે કોરોના વાઇરસને રોકવો હાથમાંથી બહાર નીકળી ગયું ? 

ત્રણ મહિનાની અંદર બદલાય ગઈ પરિસ્થિતિ :- સૂત્રોના જણાવ્યાં મુજબ કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન એ ત્રણ મહિના પેલા કોરોના મહામારી ના અંતની ઘોષણા કરી દીધી હતી. આમ, ભારતે ત્રણ મહિના પહેલા મહામારીનાં અંતની ધારણા કરી તેના કારણે  કોરોના વાયરસની બીજી  ભારતમાં બેકાબુ બની.જાન્યુઆરીમાં બીજા દેશોમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરી દીધું હતું. જેને વેક્સિન ડેપ્લોમેસી નામે પ્રચલિત કર્યું હતું. કારણ કે ડિસેમ્બર મહિનામાં 93,000 કેસો પ્રતિદિવસ, ફેબ્રુઆરી ની મધ્યમાં 11,000 નવા કેસ આવી ચૂક્યા હતા.

ભારતમાં પરિસ્થિત વિકટ બનવાના કારણો :- ભારતમાં ફેબ્રુઆરી ના અંત સુધીમાં કોરોના કેસો નાબૂદ થવા લાગ્યા જેથી ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 824 વિધાનસભાની બેઠકો માટે ચુંટણી ની જાહેરાત કરવામાં આવી. આ ચૂંટણીમાં 18.9 કરોડ મતદાતાઓ હતા. 

માર્ચમાં ક્રિકેટ બોર્ડે ગુજરાતમાં આવેલા નરેન્દ્ર મોડી સ્ટેડિયમ માં બે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ જોવા 1.30 લાખથી વધુ લોકોને પરવાનગી આપવામાં આવી. તેમજ હરિદ્વાર ખાતે કુંભમેળાનુ આયોજન કરવામાં આવ્યું. જોતજોતંમાં ભારત કોરોના ની બીજી લહેરમાં લપેટાઇ ગયું. એક સર્વે મુજબ જો કોઈ મજબૂત પગલાં લેવામાં નહિ આવે તો જૂન સુધીમાં ભારતમાં કોરોનાંથી મરતા લોકોની સંખ્યા 2,300 આંકડાઓ ને પાર કરી જશે.

રસીકરણ અભિયાન પણ પ્રભાવિત થયું :- અત્યારે ભારતની સ્થિતિ એવી છે કે ભારતનું સૌથી મોટું રસીકરણ અભિયાન સંઘર્ષો માંથી પસાર થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 11 કરોડ લોકોને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે અને 1.60 કરોડ થી વધુ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. હાલ ભારતે વેક્સિન ના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને વિદેશી વેક્સિન ની આયાત ને પરવાનગી આપી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જરૂર પડ્યે ઓકસીજન ની આયાત પણ કરવામાં આવે તેવી સંભાવના છે.