આપણે સૌ જાણીએ જ છીએ કે વર્ષ 2021માં શેરબજારમાં ભારે ઉચાર ચઢાવ જોવા મળ્યો હતો અને શરે બજારે નવા કિર્તિમાન સ્થાપિત કર્યા હતા. જો કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા મલ્ટીબેગર શેર સારી કમાણી કરાવી રહ્યા છે. હવે આ કડીમાં એક મલ્ટિબેગર સ્ટોકે માત્ર 12 દિવસમાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે.
આ શેરએ રોકાણકારોને કરી દીધા માલામાલ
અમે વાત કરી રહ્યા છીએ KIFS ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર વિશે, જે BSE પર લિસ્ટ થયો હતો તે 31મી ડિસેમ્બર 2021ના રોજ 43.50ના સ્તરે બંધ થયો હતો. આ વર્ષે આ શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો આ શેરે ગયા સપ્તાહે તમામ 5 ટ્રેડિંગ સેશનમાં 5 ટકાથી વધુની અપર સર્કિટ સાથે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું.
12 દિવસમાં પૈસા ડબલ
X કેટેગરીનો આ શેર KIFS ફાયનાન્સિયલ સર્વિસે માત્ર 12 સત્રોમાં રોકાણકારોના નાણાં બમણા કરી દીધા. જો આપણે આ વર્ષના તેના ટ્રેડિંગ વિશા વાત કરીએ તો આ સ્ટોક 5 જાન્યુઆરી, 2022 ના રોજ BSE પર રૂ. 64.80 પર બંધ થયો હતો, જ્યારે BSE પર 21 જાન્યુઆરીએ તે રૂ. 133.40 પ્રતિ શેર પર બંધ થયો હતો. એટલે કે માત્ર 12 ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોના પૈસા ડબલ થઈ ગયા.
39.95થી વધીને રૂ. 140.05 થઈ ગયો શેર
હાલમાં આપણે આ શેરના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે એક મહિનામાં શાનદાર વળતર આપ્યું છે. નોંધનિય છે કે, છેલ્લા એક સપ્તાહમાં NBFCનો શેર 115.25 રૂપિયાથી વધીને 140.05 રૂપિયા થયો છે, એટલે કે તેના શેરધારકોએ 21.50 ટકાનો ચોખો નફો કર્યો. તો બીજી છેલ્લા એક મહિનામાં તે 39.95 રૂપિયાથી વધીને 140.05 રૂપિયા થઈ ગયો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન તેમાં 250 ટકાનો વધારો થયો છે.