Top Stories
khissu

3 નંબરનું સિગ્નલ, 40થી 50kmની પવન ઝડપ સાથે વરસાદ આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં?

ચોમાસુ સક્રિય થતા હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત ઉપર લો-પ્રેશર સર્જાતા આગાહી કરવામાં આવી છે. લો-પ્રેશર સર્જાતા 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહીના દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

પવન સાથે વરસાદ તૂટી પડશે?
હવામાન વિભાગે આગાહી કરતા ગીર-સોમનાથ અને દ્વારકા જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે, જ્યારે જાફરાબાદ, પોરબંદર અને દ્વારકામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે દરિયાકિનારે ત્રણ નંબરના સિગ્નલો લગાવવામાં આવ્યા છે અને રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દમણ અને દીવમાં અતિભારે વરસાદ જોવા મળશે, તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૃચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આજે સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લા મા ઓર્રેંજ એલર્ટ આપવામાં આવેલ છે.

જ્યારે આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ પડી શકે, તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. સાથે દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લામા ઓર્રેંજ એલર્ટ આપવામાં આવેલ છે.

સાથે હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ગુરુવારે પણ વરસાદી માહોલ યથાવત રહેશે. પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં અતિભારે વરસાદ પડશે જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. સાથે દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને કચ્છ જીલ્લામાં ઓર્રેંજ એલર્ટ આપવામાં આવેલ છે.

હાલમાં હવામાન વિભાગે પોતાની ઓફિસીયલ વેબસાઈટ પર સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે જે દરમિયાન તે જિલ્લામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલીના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાના મોજા પણ ઊંચા ઉછળી રહ્યા છે.

ચોમાસુ ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં ૫.૮૫ઇંચ એવરેજ સાથે આ વર્ષનો  ૧૭.૭૦ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં 36 તાલુકા એવા છે કે જ્યાં ૯.૮૯ થી ૧૯.૬૮ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો.